ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે - ફૂગાવો

કોરોનાનો કપરો કાળ, ત્રણ મહિનાના લૉક ડાઉનનો ગાળો, ધંધાવેપાર બંધ, વાવાઝોડાનો માર, ભૂકંપના આંચકા, સમય કરતાં વહેલો વરસાદ, હજી કોરોના કાબુમાં આવ્યો નથી, ગુજરાતની જનતાને કુદરતી રીતે ચારેય બાજુથી નુકસાન ને નુકસાન જ છે, ત્યારે બીજી તરફ હવે સરકાર પણ દયાહીન થઈ છે. ગુજરાત સરકારે 15 જૂને પેટ્રોલ ડીઝલમાં લિટરે રૂપિયા બેનો વધારો કર્યો. જે ગુજરાતની જનતા માટે આંચકા સમાન નિર્ણય છે, અને તે મોંઘવારી વધારનારો નિર્ણય છે. ETV Bharatનો વિશેષ અહેવાલ...

ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે

By

Published : Jun 16, 2020, 6:38 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે અને જનતા પર બોજો નાંખી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતાં હોય અને ભારતની સરકાર પેટ્રોલડીઝલના ભાવ વધારો કરે, અધુરાપુરું રાજ્ય સરકારે પણ ઇંધણના ભાવમાં ભડકો કર્યો છે.

ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોરોનાને કારણે લૉક ડાઉન લાદવામાં આવ્યું, જેને કારણે ગુજરાતની સરકારની કુલ આવકમાં રૂપિયા 26,000 કરોડનો ઘટાડો થશે, તેવો અંદાજ મુક્યો છે. જે ખાડો પુરવા માટે પેટ્રોલ ડીઝલ પર લિટરે રૂપિયા 2નો વધારો કરીને રૂપિયા 1500 કરોડની આવક મેળવાશે. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 31 માર્ચ, 2021 સુધી 30 ટકાનો કાપ કર્યો છે. સરકારી કર્મચારીઓને અપાતાં મોંઘવારી ભથ્થાનો વધારો જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી સ્થગિત કરાયો છે. જેના કારણે 3400 કરોડની બચત થશે. એ બધુ બરાબર પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને રાજ્ય સરકારે ગુજરાતની જનતાને માથે બોજો નાંખ્યો છે. તે હકીકત છે.
ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલનું કહેવું છે કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નીચા છે. આ વાત સાથે સમંત નથી, એટલા માટે કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ કોરોનામાં વધુ ગંભીર છે. હજી કોરોના કાબુમાં આવ્યો નથી, દરરોજના 500 કેસ પોઝિટિવ આવે છે. ગુજરાતમાં કુલ 24,104 કેસ(તારીખ 15 જૂન, 2020) નોંધાયા છે અને 1506ના મોત થયા છે. અઢી મહિનાના લૉક ડાઉન પછી અનલૉક-1માં પણ ગુજરાતમાં 75 ટકા વેપારધંધા બંધ હાલતમાં છે. કોઈની પાસે નવા ઓર્ડર જ નથી, જૂના પેમેન્ટ કોઈ વેપારી કે ઉદ્યોગપતિઓ કરતાં નથી, શ્રમિકો નથી, જેથી ઉત્પાદનએકમો બંધ જેવી સ્થિતિમાં છે. વેપારધંધામાં નવી ડિમાન્ડ જ નથી. બીજી તરફ નોકરી કરતાં કર્મચારીઓના પગારમાં ત્રણ મહિના સુધીનો 10 ટકાથી માંડીને 50 ટકા સુધીનો કાપ છે. આવી કપરી સ્થિતિમાં જનતાને આર્થિક રાહત આપવાના સ્થાને પેટ્રોલડીઝલના ભાવમાં વધારો કરીને સરકાર દયાહીન બનીને બોજો નાંખ્યો છે, આ ભાવ વધારો અયોગ્ય સમયનો છે.
ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું, ગુજરાત સરકારે 14,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. પણ આ આર્થિક પેકેજથી કોઈને લાભ થયો નથી. હા, રેશનિંગની દુકાનમા ગરીબોને મફત અનાજ પુરું પાડ્યું તે સરકારનું સરાહનીય અને સંવેદનશીલ કામ છે. પણ મધ્યમવર્ગનો માનવી પીસાઈ રહ્યો છે, નાના વેપારીઓ, નાના ધંધાદારીઓની સ્થિતિ ખૂબ જ કફોડી છે. હજી ધંધાની ગાડી પાટા પર આવી નથી, ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જનતા પર વધારોનો બોજો નાંખ્યો છે. આ તમામ રીપોર્ટ રાજ્ય સરકાર પાસે હોવા જ જોઈએ.
ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યાં છે. છેલ્લાં એક સપ્તાહની વાત કરીએ તો ક્રૂડના ભાવ 39.33 ડૉલરથી તૂટીને 34.72 ડૉલર થયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલડીઝલના ભાવને મુક્ત કર્યા છે, ઓઈલ કંપનીઓ ક્રૂડના ભાવે ઘટે ત્યારે પેટ્રોલડીઝલના ભાવ ઘટાડે છે, અને ક્રૂડ વધે ત્યારે પેટ્રોલડીઝલના ભાવ વધારી શકે છે. તો પછી આમ કેમ? ક્રૂડના ભાવ ઘટતા હોય ત્યારે ભારતમાં પેટ્રોલડીઝલના ભાવ વધારો આવે. ન માની શકાય તેવી વાત છે. આ અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલડીઝલના ભાવમાં રૂપિયા 3ની એક્સાઈઝ ડ્યૂટી વધારીને ભાવ ઘટાડાનો લાભ જનતા સુધી પહોંચવા દીધો નથી. જ્યારે ક્રૂડનો ભાવ 70 ડૉલર હતો, ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ રૂ.74-75 હતા અને આજે ક્રૂડ 35 ડૉલર છે, ત્યારે પણ પેટ્રોલડીઝલનો ભાવ રૂ.74 છે. ઓઈલ કંપનીઓ તગડો નફો કરી રહી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પેટ્રોલડીઝલની મૂળકીમત જેટલો તો ટેક્સ વસૂલે છે.
ગુજરાતની જનતા તૈયાર રહેઃ પેટ્રોલ ડીઝલના ભાવવધારાથી મોંઘવારી માઝા મૂકશે
બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધીને આવતાં તેની સીધી અસર મોંઘવારી પર પડવાની છે. મોંઘવારી દર વધીને આવશે. જેનો બેવડો માર જનતાએ જ ભોગવવાનો આવશે. ભારતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે અને જીડીપી ગ્રોથને વધારવા માટે પાયાની જરૂરિયાત છે કે તમારે મોંઘવારી દરને કાબુમાં રાખવો. તો જ દેશનો સર્વગ્રાહી વિકાસ થયો કહેવાય.ગુજરાત સરકારનું વર્ષ 2020-21ના બજેટનું કદ રૂ.2,17,287 કરોડ છે. 2019-20ના વર્ષ કરતાં રૂ.12,472 કરોડનો કદમાં વધારો કરાયો હતો. આ બજેટના કદની જાહેરાત થતાં ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં પાટલી થપથપાવીને તેને વધાવ્યું હતું. 2020-21નું બજેટ રૂપિયા 605 કરોડની પુરાંતવાળું બજેટ હતું. કયા ગઈ આ પુરાંત… ગુજરાતની જનતા જવાબ માંગે છે. 14,000 કરોડનું આર્થિક પેકેજ નથી જોઈતું, અમને સીધી રાહત આપો. પેટ્રોલડીઝલનો ભાવ વધારો પાછો ખેંચો અને જનતા પર લૉક ડાઉનના કપરાકાળમાં બોજો નાંખશો નહી. જનતા અત્યારે નહી બોલે, પણ વખત આવશે ત્યારે જવાબ આપશે… ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં ગુજરાતની ભાજપ સરકારે ચારે તરફથી લૂંટ ચાલુ કરી છે. પહેલા ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે લૂંટ ચલાવી છે. સ્કુલોમાં ફીના મામલે લૂંટ છે. અને હવે પેટ્રોલડીઝલના નામે ભાવ વધારીને લૂંટ કરાઈ છે. કોરોનાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ બહૂ જ ખરાબ છે, ત્યારે સરકારે રાહત આપવી જોઈએ ત્યારે સરકાર લૂંટ કરી રહી છે, આપે જોયું હશે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે સરકારે કોઈને રાહત ન આપી, અને સરકારે એક્સાઈઝ ડયૂટી વધારીને પોતાની તિજોરી ભરી છે. આ તદન ખોટુ કર્યું છે, લોકોનો રોષ છે. કોંગ્રેસ 17 જૂનથી ગુજરાતભરમાં વિરોધ કાર્યક્રમ કરશે.પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાબતે ભાજપમાંથી કોઈ રીએક્શન આપવા તૈયાર ન હતું.જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે ETV Bharat ને કહ્યું હતું કે ભારત સરકારે પેટ્રોલડીઝલ પર એક્સાઈઝ ડયૂટી વધારીને પેટ્રોલડીઝલના ભાવ વધાર્યા છે, તેનાથી ગરીબ અને મધ્યમવર્ગ નારાજ છે. ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી દર વધશે. ડીઝલના ભાવ ઊંચા હોવાને કારણે ફૂડ ઈન્ફેલેશન પણ ઊંચો જશે. જે અર્થતંત્ર પર વિપરીત અસર કરશે. ગુજરાત સરકારે પણ પેટ્રોલડીઝલના ભાવ વધાર્યા છે, તે ગેરવાજબી છે. ગુજરાતમાં ફુગવો ઓર વધશે. છેલ્લા પાંચ વર્ષમાં ક્રૂડના ભાવ નીચા હોવાથી કેન્દ્ર સરકાર પાસે 20 લાખ કરોડ બચ્યા છે. તેનો લાભ જનતાને આપવો જોઈએ.

ભરત પંચાલ બ્યૂરોચીફ, અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details