- વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી
- ગાંધીનગર સિવિલથી UN મહેતામાં રાજેન્દ્ર ત્રિવેદીને ખસેડવામાં આવ્યા હતા
- હાર્ટની સમસ્યાના કારણે UN મહેતામાં ખસેડાયાની માહિતી
અમદાવાદઃ 5 એપ્રિલે મોડી રાત્રે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત અચાનક લથડતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને છાતીમાં દુ:ખાવો અને ગભરામણની તકલીફ થતા સૌ પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક ચકાસણી કર્યા બાદ તેમને અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગુમાવ્યા પિતા, હાર્ટ એટેકથી નિધન