અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવાની અગાઉ જાહેરાત કરી (AAP declared first list of Candidates) હતી. તે મુજબ આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર (AAP declared First list of Candidates) કરી છે, જે નીચે મુજબ છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર - દિયોદર- ભેમાભાઈ ચૌધરી, સોમનાથ- જગમાલભાઈ વાળા, છોટાઉદેપુર -અર્જુન રાઠવા, બેચરાજી -સાગર રબારી, રાજકોટ ગ્રામ્ય -વસરામ સાગઠીયા, સુરત, કામરેજ - રામ ધડુક, રાજકોટ દક્ષિણ -શિવલાલ બારસીયા, ગારીયાધાર -સુધીર વાઘાણી, બારડોલી -રાજેન્દ્ર સોલંકી, નરોડા - ઓમપ્રકાશ તિવારી.
જનતાને મળ્યો ઈમાનદાર પક્ષ - AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ (AAP State President Gopal Italia) જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હવે ઈમાનદાર પક્ષ મળ્યો છે. તેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હવે આજે અમે ઉમેદવારોની પહેલી યાદી જાહેર (AAP declared first list of Candidates) કરી છે. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે. અમારી પાર્ટીમાં પાયામાંથી સંગઠનનું નિર્માણ થયું છે. સાથે જ રાજનીતિમાં અમે પ્રથમ મૂકવાની પ્રથા અમલમાં મૂકી છે. પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોને લોકો સારી રીતે ઓળખી શકે તે માટે ઉમેદવારોના નામ વહેલા જાહેર (AAP declared First list of Candidates) કર્યા છે.