અમદાવાદનર્મદા જિલ્લાના ખેડૂતો (Farmers of Narmada District) અને સુરત જિલ્લામાં સ્થિત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ અને પ્રવાસન ગવર્નન્સ એક્ટ 2019ની બંધારણીયતાને પડકારતી (Legal Constitutionality of Development Projects) જાહેર હિતની અરજી થયેલી છે. તેમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
શું છે સમગ્ર મામલો અરજદારની વકીલની રજૂઆત હતી કે, આ કાયદાની વિવિધ સેક્શનની જોગવાઈઓ પેસા એક્ટ 1996, લેન્ડ એક્વિઝિશન રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ એક્ટ 2013, ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ (Forest Rights Act) FIR 2006, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ (Forest Conservation Act) 1980ની જોગવાઈઓ સાથે સુસંગત નથી. તેને રદ કરો અને તેમાં રહેલી વિસંગતતાને દૂર કરો. એટલું જ નહિ, શિડયુલ 5 હેઠળ આવતા કેવડિયામાં અમલી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ રદ કરો.
આ પણ વાંચોPIL in HC: અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદા અંગે HCમાં જાહેરહિતની અરજી
કાયદો બનાવવાની સત્તા સંસદ અરજદારના વકીલની એ પણ રજૂઆત હતી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિસ્તારમાં આવેલો છે તે બંધારણના શિડયુલ 5 હેઠળ આવે છે. અહીં યોગ્ય પ્રક્રિયા વગર કોઈપણ પ્રકારના વિકાસની કામગીરી કરી શકાય નહીં. સરકારે SOU એક્ટ 2019ને ધારાસભામાં પસાર કર્યો, ત્યારે આદિજાતિ વિભાગની સલાહ લેવાઈ નથી, પરંતુ અર્બન ડેવલપમેન્ટ અને પ્રવાસન વિભાગની (Department of Urban Development and Tourism) સલાહ લેવાઈ છે. શિડયુલ પાંચ હેઠળ આ વિસ્તાર આવતો હોવાથી અહીં કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે છે, તેના બદલે વિધાનસભાએ કાયદો બનાવ્યો છે તે અયોગ્ય છે.
મ્યુનિસિપલ બોડી જેવું સત્તા મંડળ સરકારે કાયદા હેઠળ ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવીને પોતાની રીતે મ્યુનિસિપલ બોડી જેવું સત્તા મંડળ બનાવ્યું છે. જેના દ્વારા વિકાસના નામે SOU આસપાસના ગામના આદિવાસીઓની જમીન લેવાય છે. જે કરી શકાય નહીં. સામાન્ય રીતે ટ્રાયબલ વિસ્તાર માટે બનેલા પેસા એક્ટ હેઠળ ગ્રામ સભા દ્વારા આ વિસ્તારના વિકાસનો પ્લાન પસાર કરીને મંજૂરી માટે તાલુકા તથા જિલ્લા સ્તરે મોકલવાનો હોય છે. જે પ્રક્રિયાને અવગણાઈ છે.
એડવોકેટ જનરલની રજૂઆત SOU ટુરિઝમ ડેવલપમેન્ટ ઓર્થોરીટીને (SOU Tourism Development Authority) શિડયુલ 12 હેઠળ શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાને મળે છે. તેવી સત્તા અપાઇ છે. જે આપી ન શકાય કારણ કે શિડયુલ 5ના વિસ્તારને બંધારણીય સુરક્ષા અપાયેલી છે. બીજી બાજુ આ સમગ્ર મામલે જે આજે સુનાવણી હાથ ધરાઈ હતી તે દરમિયાન, એડવોકેટ જનરલની રજૂઆત હતી કે અરજી બહુ મોટી હોવાથી હાલ જવાબ રજૂ કર્યો નથી. જોકે, અરજદારે જે મુદ્દાઓ સાથે અરજી કરી છે, તેમાં કોઈ તથ્ય નથી.
આ પણ વાંચોગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ : કાયદાને લઇ થયો ચોંકાવનારો દાવો, જાહેર હિતની અરજી થઇ
હાઈકોર્ટે આપી રાજ્ય સરકારને નોટિસ અરજદારે જે પણ મળ્યુ છે, તે તમામ બાબતોને રજૂ કરીને કાયદાને પડકાર્યો છે. આ એક માત્ર ડેવલપમેન્ટ ઓર્થોરિટી છે. અરજદારનો આક્ષેપ છે કે ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મ્યુનિસિપાલિટી જેવુ કામ કરે છે, તે વાત સત્ય નથી. આ મુદ્દે હાઈકોર્ટે બન્ને પક્ષોની દલીલ બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને સરકારને નિર્દેશ આપ્યો છે કે, આ અરજીમાં નાનુ સોગંદનામુ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બરે હાથ ધરાશે.