અમદાવાદ:ગુજરાત વિદ્યાપીઠના (Gujarat University) કુલનાયક રાજેન્દ્ર ખીમાણીએ ETV ભારત સાથેની ખાસ વાતમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષ પૂર્ણ થયા છે અને આઝાદીના અમૃત મહોત્સવનું 75 વર્ષ પણ ચાલી રહ્યું છે તો આ મોકાને ખાસ બનાવવા માટે આ યાત્રનું (Legacy Yatra will be held) આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નામી લોકો અહી રહીને ગયા
ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી જેવા અનેક નામી લોકો અહી રહીને ગયા છે.જેની વિરાસત લોકો સુધી પહોંચે અને તેને સમજે એ માટે આ યાત્રાનો મુખ્ય હેતુ છે. તેમજ વિદ્યાપીઠના હેરિટેજ વોક દરમિયાન લોકો ગાંધીજીના આ સ્થાપત્યને જોવે તે માટે પણ છે. જેમાં ગાંધીજીના બાઇબલ ખંડ કે જેમાં ગાંધીજી બેસીને બાઇબલનું વાંચન કરતાં હતાં એ પણ જોવા મળશે.
આ પણ વાંચો:ગૂજરાત વિદ્યાપીઠના 101માં સ્થાપના દિવસે ગાંધીજીના પ્રપૌત્રનો ઓનલાઈન સંબોધન કરશે
વિરાસત યાત્રા દર શનિવારે યોજાશે
આ વિરાસત યાત્રા દર શનિવારે યોજાશે. જેમાં વિવિધ સ્કુલ કોલેજો અને યુનિવર્સિટીઓના તેમજ, કોઈ પણ સામાન્ય નાગરિક ગુજરાત વિદ્યાપીઠની વિરાસત યાત્રામાં જોડાઈ શકશે. વિરાસત યાત્રામાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે અને તેના માટે વિદ્યાપીઠની વેબસાઇટ ઉપરથી કરવાનું રહેશે. આજથી શરૂ થનાર આ વિરાસત યાત્રા દર શનિવારે સવારે 8:30 થી 11:30 કલાક સુધી ચાલશે. આ યાત્રા તમામ લોકો માટે ફ્રી રાખવામાં આવી છે.
આ પણ વાંચો:ગાંધી@150ઃ કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠ