ગુજરાત

gujarat

ETV Bharat / city

Dev Diwali 2021: જાણો દેવ દિવાળીનાં તહેવારનું મહત્વ... - કારતક સુદ પૂનમ

હિન્દુ ધર્મમાં દિવાળી (Diwali in Hinduism) ધામધૂમથી ઉજવાય છે અને કારતક સુદ પૂનમના (Kartak Sud Poonam) દિવસે દેવ દિવાળી (importance of Dev Diwali) પણ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે. ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર પાછળની કથા જાણવા મળે છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયાએ (Jyotishacharya Dr Hemil Lathia) દેવ દિવાળી પર્વ વિશે જણાવ્યું હતું.

Jyotishacharya Dr Hemil Lathia
Jyotishacharya Dr Hemil Lathia

By

Published : Nov 19, 2021, 6:49 AM IST

Updated : Nov 19, 2021, 9:12 AM IST

  • કારતક સૂદ પૂર્ણિમાએ દેવ દિવાળી
  • અસુરના ત્રાસથી દુનિયાને મુક્ત કરનાર દેવ
  • સ્વર્ગની દિવાળી એટલે દેવ દિવાળી

અમદાવાદ: હિન્દુ ધર્મમાં દિવાળી (Diwali in Hinduism) ધામધૂમથી ઉજવાય છે અને કારતક સુદ પૂનમના (Kartak Sud Poonam) દિવસે દેવ દિવાળી (Dev Diwali 2021) પણ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે. ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર પાછળની કથા જાણવા મળે છે.

આ પણ વાંચો: Partial lunar eclipse: 580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે, ભારતમાં નહીં દેખાય

ધાર્મિક કથા

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયા (Jyotishacharya Dr Hemil Lathia) જણાવે છે કે, એકવાર એક અસુર શક્તિ અને સામ્રાજ્ય હેતુ બ્રહ્માજીની (Brahmaji) તપસ્યા કરવા લાગ્યો અને તેની ઘોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે તેને વરદાન માંગવાનું કહ્યું, અસુરે શક્તિ અને સામ્રાજ્ય માંગ્યા અને બ્રહ્માજીએ (Brahmaji) તે મુજબ વરદાન પણ આપ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકને માર મારનાર આરોપીઓ ઝડપાયા

દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ

વરદાન મળતાની સાથે અસુર અભિમાની બની સામ્રાજ્ય વધારતો દેવલોક પહોંચ્યો, દેવ અને અસુર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું પરંતુ અસુર નિયંત્રણમા ન હતો આવતો. તેથી ચિંતિત દેવ શિવજી પાસે ગયા અને સઘળી વાત કરી ત્યાં સુધીમાં અસુર પણ કૈલાશ પહચ્યો અને ત્યાં ત્રાસ પોકારવા લાગ્યો. આથી ગુસ્સે થયેલા શિવજીએ અસુર સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધ ભીષણ બનતું ગયું જ્યારે શિવજીને ખબર પડી કે આ બ્રહ્માજીના (Brahmaji) આશીર્વાદથી શક્તિશાળી બન્યો છે. ત્યારે બ્રહ્માજીએ (Brahmaji) શિવને તેમની વિશિષ્ટ શક્તિ વડે પ્રહાર કરવાનું કહ્યુ અને શિવજીની વિશિષ્ટ શક્તિના પ્રહાર વડે અસુર નાશ પામ્યો હતો.

દેવોએ શિવજીનો આભાર માન્યો

અસુરનો નાશ થતા દેવોએ ખુશ થઈને શિવજીનો આભાર પ્રગટ કર્યો, દીપ પ્રાગટ્ય કર્યું ત્યારથી કારતક સુદ પૂર્ણિમાના (Kartak Sud Poonam) દિવસે દેવ દ્વાર દીપ કરવાથી દેવ દિવાળી (importance of Dev Diwali) ઉજવાઈ. શિવને આ દિવસે સાંજે દીપદાન કરવામાં આવે છે. જેના દ્વારા ભગવાન શિવ ભક્તોના કાષ્ટ દૂર કરે છે અને જન્મકૃત કોઈપણ દોષ હોય તેનો નાશ થાય છે.

Last Updated : Nov 19, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details