અમદાવાદ:ઉત્તરાયણના (makar sankranti meaning) દિવસે નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધો પતંગ ચગાવીને મનોરંજન માણે છે. પગંત ચગાવવાનો અને પેચ લડાવવાના અને કાઈપો છે...ની બૂમો પાડવાની. પતંગ ચગાવવા માટે દરેક લોકો પોતાના ઘરના ઘાબા પર ચડે છે. પતંગ ચગાવવાની સાથે સાથે તલ સાંકળી અને સિંગની ચિક્કી ખાઈને આનંદ માણે છે. સાથે જ ઊંધીયુ- જલેબીની જયાફત ઉડાવે છે.
શ્રી રામચરિત માનસમાં પતંગ ઉડાડવાનો છે ઉલ્લેખ
પતંગ ચગાવવાની પરંપરાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં તુલીસીદાસે કર્યો છે. બાલકાંડમાં ઉલ્લેખ છે કે, રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈન્દ્રલોક મે પહોંચ ગઈ, એક વખત રામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. તે શ્રી રામની પતંગ ઈન્દ્રલોક પહોંચી ગઈ હતી, જે જોઈને દેવરાજ ઈન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ પતંગને પકડી લીધી અને વિચારવા લાગી.
જાસુ ચંગ અસ સુંદર તાઈ. સો પુરુષ જગ મે અધિકાઈ
પતંગ ઉડાડનાર તેને જરૂર લેવા આવશે. ઘણી રાહ જોયા પછી પણ પતંગ પાછી ન આવી, જેથી શ્રી રામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારના દર્શન કર્યા પછી જ પતંગ પરત આપવા જણાવ્યું હતું અને શ્રી રામના ચિત્રકુટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછી આપી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, પતંગ ઉડાવવાની પ્રથા પ્રાચીન છે.
14 જાન્યુઆરીએ સૂર્ય ઉપાસનાનો દિવસ
ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય (Relationship between Makar Sankranti and kite) પાસે કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવાની હોય છે. સૂર્યની ઉપાસનાથી અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે. આ સમયે ઉત્તર દિશા તરફ વાતા પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી થાય છે, તેમજ આ દિવસે સૂર્યની સામે રહેવું વધુ વધુ ગુણકારી છે. સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ થાય છે.