- કેન્દ્ર સરકારના બજેટની ગણતરીના દિવસો બાકી
- સામાન્ય જનતાની બજેટ સાથેની અપેક્ષા વધી
- આત્મનિર્ભર ભારત માટે થઈ શકે છે નવી સ્કીમ જાહેર
તજજ્ઞો પાસેથી જાણીએ કે બજેટમાં શું સુધારા હોવા જોઈએ
વર્ષ 2021-22નાં બજેટને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે સૌ કોઈની નજર નવા આવનારા બજેટ પર છે. કોરોનાની મહામારી બાદ સેંકડો ધંધા-રોજગાર બંધ થયા છે. મોટાભાગનાં શ્રમિકો બેરોજગાર થયા છે. અમદાવાદનાં તજજ્ઞ ટેક્સ એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે બજેટમાં કેવા સુધારા થવા જોઈએ?
તજજ્ઞો પાસેથી જાણીએ કે બજેટમાં શું સુધારા હોવા જોઈએ?
અમદાવાદ: ગત વર્ષ એટલે કે 2019-20 માં 30.42 કરોડનું બજેટ મુકાયું હતું. જે 2018-19ની સરખામણીએ 12 ટકા વધુ હતું. આવનારા બજેટ સાથે દેશના દરેક વ્યક્તિની આશાઓ એટલા માટે વધુ પ્રબળ બની છે કારણ કે લોકડાઉનને કારણે મોટાભાગનાં લોકો બેરોજગાર થયા છે. વર્ષ 2021-22નાં બજેટને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે બે તજજ્ઞો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે બજેટમાં કેવા સુધારા હોવા જોઈએ અને બજેટ પાસેથી શું આશા રાખી શકાય?