- ભારતીય ટીમનો ફેન અરૂન રહે છે અમદાવાદમાં
- અરૂનના શરીર પર એક તરફ ભારત અને એક તરફ ઇંગ્લેન્ડના રાષ્ટ્રધ્વજનું ચિત્ર
- ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી તેનો મનપસંદ ખેલાડી
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ જોવા અરૂન વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યો હતો. પીઠના ભાગથી લઇને માથાના વાળ સુધી તેને પોતાના શરીરને ભારત અને ઇંગ્લેન્ડના રાષ્ટ્રધ્વજ વડે ચિત્રત કર્યું હતું. આમ, અરુને બંને દેશ વચ્ચે ફ્રેન્ડશીપનો સંદેશો આપ્યો હતો. અરુને કહ્યું હતું કે, તે અગાઉ પણ જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવ્યાં હતા, ત્યારે આ સ્ટેડિયમમાં આવી ચૂક્યો છે, ત્યારે આ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. તેણે ત્યારે પણ ભારત અને અમેરિકન રાષ્ટ્રધ્વજ વડે પોતાનું શરીર ચિત્રિત કર્યું હતું.
મેચ વિશે શું કહ્યું અરુને ?
અરુને મેચ વિશે કહ્યું હતું કે, તે આવી રીતે તૈયાર થઈને ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા આવે છે. રિષભ પંતે આજે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી છે, તેનાથી તે ખુશ છે. અરુને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મેચ પણ ભારત જ જીતશે તેમજ આગામી પાંચ 20-20 મેચ પણ ભારત જ જીતશે. આ મેચનું રિઝલ્ટ ચાર દિવસમાં આવી જશે.