ગુજરાત રાજકારણ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ - Rajya Sabha elections
રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અક્ષય પટેલ સહિત કોંગ્રેસના અન્ય કેટલાંક ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અક્ષય પટેલ સહિત કોંગ્રેસના અન્ય કેટલાંક ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.
પરેળ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, "કાળા કામનો સરવાળો: કેકે" શું હવે "ધમણ"ની કમાણીથી જ શરૂ કરી દિધી છે ધારાસભ્યોને ખરીદવાની દુકાન..?
વિપક્ષના નેતાએ આડકતરી રીતે અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા હોવાના સંકેત આપ્યા છે.