ગુજરાત

gujarat

ETV Bharat / city

વકીલોની ધમકી: High Court માં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરો, નહીં તો બહિષ્કાર કરીશું

ગુજરાત હાઇકોર્ટમાં ( High Court ) પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ ઍડવોકેટ એસોસિએેશને ( Gujarat High Court Advocates Association ) ચીફ જસ્ટિસ વિક્રમ નાથને આવેદનપત્ર પાઠવ્યું છે. 15 મહિનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ રહેતા વકીલોએ નામદાર કોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરી હતી.

વકીલોની ધમકી: High Court  માં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરો, નહીં તો બહિષ્કાર કરીશું
વકીલોની ધમકી: High Court માં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરો, નહીં તો બહિષ્કાર કરીશું

By

Published : Jul 22, 2021, 9:19 PM IST

  • ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએેશને ઉચ્ચારી ચીમકી
  • પ્રત્યક્ષ સુનાવણી ન થાય તો ઓફ કોર્ટના ઓફિશિયલ પ્રોગ્રામ્સનો કરાશે બહિષ્કાર
  • 28 જુલાઈ સુધી કોર્ટ શરુ કરવા ચીમકી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએેશને ( Gujarat High Court Advocates Association ) ચીમકી ઉચ્ચારી છે. જો 28 જુલાઈ એટલે કે એક અઠવાડિયામાં હાઇકોર્ટમાં ( High Court ) પ્રત્યક્ષ સુનાવણી શરુ ન કરવામાં આવે તો ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએેશને (GHAA) ના સભ્યો કોર્ટના તમામ ઓફિશિયલ પ્રોગ્રામ્સનો બહિષ્કાર કરશે. આ માટે આજે ચીફ જસ્ટિસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

બેઠક બોલાવીને નક્કી કરાયું

આ મુદ્દે GHAA ના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ગઈ કાલે એક બેઠક બોલાવવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું કે કોર્ટમાં ( High Court ) એવી રજૂઆત કરવામાં આવે કે તેઓ પ્રત્યક્ષ સુનાવણી શરુ કરે. હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. અમદાવાદમાં એક આંકડામાં કેસ નોંધાઈ રહ્યાં છે. સાથે સમગ્ર રાજ્યમાંથી 50થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.

15 મહિનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ છે

પહેલાં પણ કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા કરાઈ છે રજૂઆત
પહેલાં પણ નામદાર હાઇકોર્ટમાં ( High Court ) પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા રજૂઆત થઇ ચૂકી છે. GHAAના વકીલો દ્વારા ગેટ નંબર 2 ઉપર શાંતિપૂર્ણ વિરોધ નોંધાવાયો હતો. આ સિવાય પણ કોર્ટમાં વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યાં છે. મહત્વનું છે કોરોનાને કારણે ઘણાં વકીલોની આર્થિક સ્થિતિ તંગ બની છે. જેના કારણે કોર્ટ શરુ કરવા વકીલો રજૂઆત કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

આ પણ વાંચોઃ Chandrakant Murder Case: 6 વર્ષ બાદ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 25 હજારના દંડની સજા કરી

ABOUT THE AUTHOR

...view details