- હાઇકોર્ટની ટકોર બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
- આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે
- કોરોનાને કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય
અમદાવાદ: આગામી 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની પરીક્ષા શરૂ થવાની હતી. પરંતુ, કોરોનાને કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આગામી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની ઓફલાઈન પરીક્ષા યોજાવવાની હતી. ઑફલાઈન પરીક્ષાને લઈને વિરોધ પણ થયો હતો. હાઇકોર્ટમાં અરજી પણ થઈ હતી. વિવાદ બાદ જાહેર કરાયેલી લૉની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને નોટિસ