ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સલૂન શરૂ: કસ્ટમરને PPE કીટ તેમજ ડિસ્પોઝેબલ સલૂન કીટ પહેરાવીને સર્વિસ મળશે - લોકડાઉન

અમદાવાદ શહેર કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું પરંતુ 58 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ મુકાયો હોય તેવું જોવા મળ્યું હતું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા થયા હતા અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી તેવામાં જ બજારમાં શરતો સાથે અમદાવાદ ખોલવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં પણ ભૂલી ગયા છે, ત્યારે સલુનમાં સેફટી સાથે સર્વિસ શરૂ થઇ છે.

Launched salon service
અમદાવાદમાં સલૂન સર્વિસ શરૂ

By

Published : May 20, 2020, 12:03 PM IST

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ધ બ્યુટી રૂમ સલૂન પણ અનેક તકેદારી રાખીને ખોલવામાં આવ્યું છે. સલૂનના ઓનર જણાવે છે કે, સલૂન અલ્ટ્રા યુવી કિરણોથી સેનિટાઈઝ કરવામાં આવ્યું છે અને પહેલા દિવસથી એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવાયું છે.

અમદાવાદમાં સલૂન સર્વિસ શરૂ

પરંતુ રોજના 3થી 4 જ કસ્ટમર લેવામાં આવશે કસ્ટમરને પણ પીપીઇ કીટ તેમજ ડિસ્પોઝેબલ સલૂન કીટ પહેરાવીને જ સર્વિસ આપવામાં આવશે. આઇબ્રો કરતી વખતે થ્રેડ મોઢાથી પકડવાની જગ્યાએ ગળામાં રાખીને આઇબ્રો કરાશે જેથી વાઇરસનો ડર ના રહે. કોઈ પણ ક્લાયન્ટ પર હેર ડ્રાયર ઉપયોગમાં લીધા બાદ તેને ખાસ ડીસ ઈનફેક્ટ કરવાની પેટીમાં મૂકાશે અને પછી બીજા ક્લાઈન્ટમાં ઉપયોગમાં લેવાશે.

ABOUT THE AUTHOR

...view details