ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓનો જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાનનો પ્રારંભ - મુખ્યપ્રધાન રૂપાણી

ઉત્તરાયણના તહેવારો દરમિયાન ઈજાગ્રસ્ત થતા પક્ષીઓના જીવ બચાવવાના કરૂણાસભર ભાવ સાથે રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ કરૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 10 દિવસ સુધી સઘન રીતે હાથ ધરાઇ રહેલા આ અભિયાનમાં સહયોગી સંગઠનો અને રાજ્ય સરકારના વન, પશુપાલન સહિતના વિભાગોના કર્મયોગીઓએ સંવાદ સાધી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

ahmedabad news
ahmedabad news

By

Published : Jan 13, 2021, 7:16 PM IST

  • કરૂણા અભિયાન થકી ગુજરાતમાં 50,000થી વધુ પક્ષીઓના જીવ બચાવાયા
  • આ વર્ષે પણે ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ
  • પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિત વિવિધ 6 વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થશે

અમદાવાદઃમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વન વિભાગ દ્વારા સંચાલિત ઈજાગ્રસ્ત પશુ-પક્ષી સારવાર કેન્દ્ર રેસ્ક્યૂ સેન્ટરમાં ચાલી રહેલી પક્ષી સારવાર સુવિધાઓનું વીડિયો કોન્ફરન્સથી નિરીક્ષણ આ કરૂણા અભિયાન અન્વયે કર્યુ હતું. તેમણે કરૂણા અભિયાનમાં સહભાગી થઇ રહેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો તથા સંબંધિત વિભાગો સાથે ચર્ચા-વાર્તાલાપ કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

10 દિવસીય કરૂણા અભિયાનનો પ્રારંભ

ચાઈનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને આદેશો પણ આપ્યા છે. કરૂણા અભિયાન દ્વારા સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 50,000થી વધુ અબોલ પક્ષી, પ્રાણીઓના જીવ આપણે બચાવી શક્યા છીંએ.

10 દિવસીય કરૂણા અભિયાનનો પ્રારંભ

2017થી વ્યાપકરૂપે કરુણા અભિયાન હાથ ધરાયું

ગુજરાતમાં મકરસંક્રાતિ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા 2017થી વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર રાજ્યની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીંએ. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તંત્ર પણ આ અભિયાનમાં સક્રિયતાથી પશુ-પંખીઓના જીવ બચાવવાનું કાર્ય કરે છે.

10 દિવસીય કરૂણા અભિયાનનો પ્રારંભ

બર્ડ ફ્લૂને કારણે SOPનું પાલન કરીએ

મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોવિડ-19 અને ગત થોડાક દિવસથી પક્ષીઓમાં બર્ડ ફ્લૂના પણ છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. જેની સામે સાવચેતીના ભાગરૂપે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવારમાં જોડાયેલા તમામ લોકો રાજ્ય સરકારની SOPનું અમલ કરે તે જરૂરી છે. બર્ડ ફ્લૂનો ચેપ બીજા પક્ષીમાં ન ફેલાય તેની કાળજી રાખવી પડશે તેવો અનુરોધ પણ કર્યો હતો. રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રિ- પોસ્ટ સારવાર માટે ICU, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરી હતી.

250 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ

વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન રૂપાણીના નૈતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. અત્યાર સુધીમાં આ અભિયાન થકી હજારો ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. 11થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ 250 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

20,000 PPE કિટનું વિના મૂલ્યે વિતરણ

તેમણે કહ્યું હતું કે, કોવિડ અને બર્ડ ફ્લૂની SOPનું યોગ્ય પાલન થઈ શકે તે માટે PPE કીટ પહેરીને ઈજાગ્ર્સત પક્ષીઓને બચાવવાની કામગીરી કરવી જરૂરી છે. આ માટે અંદાજે 20,000 PPE કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ મહાનગરપાલિકા સહિત સંબંધિત કચેરીએ ઉપલબ્ધ થઈ શકશે. ચાલુ વર્ષે કરૂણા અભિયાનમાં 421 સારવાર કેન્દ્રો, 71 મોબાઇલ વાન, 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા 529 પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે.

ABOUT THE AUTHOR

...view details