ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના થલતેજમાં 72 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ - અમદાવાદ લોકલ ન્યુઝ

અમદાવાદના થલતેજનાં મધર્સ હાઊસ ખાતે ખાતે 72 બેડના કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહપ્રધાન પ્રદિપસંહ જાડેજાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. અને પોતાના હસ્તે શુભારંભ કરાવ્યો હતો. કોવિડ કેર સેન્ટરમાં 24 ઓક્સિજન બેડ અને 50 આઈશોલેશન બેડની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Ahmedabad
Ahmedabad

By

Published : May 10, 2021, 10:28 PM IST

થલતેજમાં મધર્સ હાઊસ ખાતે કોવિડ કેર સેન્ટર કરાયું

પ્રદિપસિંહ જાડેડાએ સેન્ટરની મુલાકાત લઇ પ્રારંભ કરાવ્યો

24 ઓક્સિજન બેડ અને 50 આઈશોલેશન બેડની સુવિધા ઉભી કરાઇ

અમદાવાદઃ અમદાવાદના થલતેજમાં ગૃહપ્રધાન પ્રદિપસંહ જાડેજાએ મધર્સ હાઊસ ખાતે 72 બેડના કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો. જેમાં 24 ઓક્સિજન બેડ અને 50 આઈશોલેશન બેડની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોનાના દર્દીઓના પોતાના વિસ્તારમાં જ સારવાર મળી રહે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.

સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોવિડ કેર સેન્ટરમાં સારવાર ઉપલબ્ધ

કોવિડ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસંહ જાડેજાએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં રાજ્યમાં સંખ્યાબંધ સ્થળે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા છે. ઘણાં એવા દર્દીઓ હોય છે, જેમનું ઘર નાનું હોય છે. તેથી પરિવારનાં અન્ય સભ્યોને ચેપનું જોખમ ન રહે અને સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોવિડ કેર સેન્ટર જેવી અલાયદી જગ્યાએ તેની સારવાર હવે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

24 બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સાથે બનાવવામાં આવ્યા

મુખ્યપ્રધાન રૂપાણીના મારું ગામ કોરોના મુકત ગામના અભિયાનને સાર્થક કરવા અને કોરોનાને સંપૂર્ણપણે હરાવવા માટે શહેરો અને ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરુ કરાયા છે. જેને લીધે કોવિડ પોઝિટિવ આવેલી વ્યક્તિની ત્યાં સ્થળ પર જ સારવાર થઈ શકે. ગાંધીનગર મતવિસ્તારના સાંસદ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહની પ્રેરણાથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં શરુ કરાયેલા આ સેન્ટરમાં 24 બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સાથે બનાવવામાં આવ્યા છે. સાથે સાથે 50 જેટલા બેડ આઇશોલેશન તરીકે રાખવામાં આવ્યા છે.

સમાજને મદદરૂપ થવાની આગવી વ્યવસ્થા એ રાજય સરકારની નેમ છે

સમગ્ર રાજયની અંદર તમામ પ્રકારની સુવિધાઓ સાથેના કોવિડ કેર સેન્ટર બનાવીને સમાજને મદદરૂપ થવાની આગવી વ્યવસ્થા એ રાજય સરકારનો નેમ છે. ગામે ગામ આવી સુવિધાઓ ઉભી કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત દરેક ગામ કોરોના મુકત બને તેવો રાજય સરકારનો ઉમદા અભિગમ છે.

કોવિડ કેર સેન્ટરમાં PHC અને CHCનો સ્ટાફ સતત ખડેપગે

15મી માર્ચે રાજ્યમાં 45,000 જેટલા બેડ ઉપલબ્ધ હતા. જ્યારે આજે તેની સંખ્યા વધીને 1 લાખ કરતા વધારે થઈ છે. અગાઉ 145 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનની જરૂરિયાત હતી. આજે તેની સામે 1150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત પુરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં તૈયાર કરવામાં આવેલા આવા કોવિડ કેર સેન્ટરમાં PHC અને CHCનો સ્ટાફ સતત ખડેપગે સેવા આપી રહ્યો છે. સરકાર અને લોકોના સંયુકત સહકારથી આપણે કોરોનાને નાથવામાં સફળ રહીશું.

ABOUT THE AUTHOR

...view details