અમદાવાદઃરાજ્યમાં દેશી દારૂને લઈને વારંવાર અનેકો ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઉપરાંત, ઘણી ઘટનાઓ એવી હોય છે, જેના કારણે માત્ર રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં હાહાકાર મચી જતો હોય છે. તેવી જ એક ઘટના બોટાદ સહિત અમદાવાદના ધંધુકમાં બની (Botad Latthakand Case ) છે. આ ઘટનામાં, દારૂ પીનારા લોકો નકલી દારૂકાંડની ઝપેટમાં આવી (Hooch Tragedy Gujara) ગયા છે. જેમાં, આ બન્ને જિલ્લાના 52 લોકોને અસર થઈ હતી, આ બાદ 39 લોકોના મોત થયા છે.
દારૂની આડમાં કેમિકલ વેંચાયું - બોટાદ જિલ્લાના રોજીદ, ચોકડી, નભોઈ ગામ, અમદાવાદના ધંધુકા સહિતના લોકો આ કથિત કેમિકલકાંડનો ભોગ બન્યા છે. આ તમામ ગામોમાં દેશી દારૂની આડમાં કેમિકલ વેંચવામાં આવતું હતું. આ મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી ભેળવીને દારૂના પ્યાસીઓને આપવામાં આવ્યું હતું, જેને કારણે 39 લોકોનો ભોગ લેવાયો હતો. ભોગ બનનારાઓ જે વ્યક્તિઓ દારૂ સમજીને પી રહ્યા હતા, તે ખરેખર દારૂ નહીં પરંતુ મિથેનોલ નામનું કેમિકલ હતું. આ નકલી દારૂમાં 99 ટકા કેમિકલ (99 percent chemicals in fake alcohol) હોવાની પોલીસ દ્વારા વાત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોની ભાગદારી : જગદીશ ઠાકોર
ક્યાંથી અને કેવી રીતે કેમિકલ બન્યું દારૂ - અસલાલીની ખાનગી કંપનીમાં ગોડાઉનના ઇન્ચાર્જ જયેશે, તેમની જ ફેક્ટરીમાંથી 600 લીટર કેમિકલની ચોરી કરી હતી. આ બાદ, અન્ય બુટલેગરો સહિત બરવાળાના ચોકડી ગામના પિન્ટુ નામના શખ્સને વેંચવામાં આવ્યું હતું. જેના બદલામાં જયેશને 40,000 મળ્યા હતા. બરવાળામાં પિન્ટુ દારૂ બનાવી તેને રોજિદ, ચંદરવા, દેવજ્ઞા સહિતના ગામોમાં વેંચતો હતો. આ ઉપરાંત, તેમના દ્વારા અમદાવાદના ગ્રામ્ય તેમજ ધંધુકાના ગામોમાં પણ આ દારૂને સપ્લાય કરવામાં આવતો હતો. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી 460 લિટર મિથેનોલ આલ્કોહોલ કેમિકલ કબજે કર્યું છે.