ગુજરાત

gujarat

ETV Bharat / city

Land grabbing case in Surat: ગુજરાત હાઈકોર્ટે સુરત જિલ્લા કલેકટર સામે વ્યક્ત કરી નારાજગી - court stay order on land grabbing

ગુજરાત હાઈકોર્ટમાં સુરતમાં(Land grabbing case in Surat) જમીન પચાવી પાડવાની ફરિયાદ વિવાદિત થઈ હતી. જેમાં હાઇકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સુરત જિલ્લા કલેકટર સામે નારાજગી(surat land grabbing) વ્યક્ત કરી છે. 22મી જાન્યુઆરીએ અરજદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી અરજદાર દ્વારા કન્ટેમ્પટ દાખલ કરવામાં આવ્યો હતો.

Land grabbing case in Surat: ગુજરાત હાઈકોર્ટે સુરત જિલ્લા કલેકટર સામે વ્યક્ત કરી નારાજગી
Land grabbing case in Surat: ગુજરાત હાઈકોર્ટે સુરત જિલ્લા કલેકટર સામે વ્યક્ત કરી નારાજગી

By

Published : Apr 13, 2022, 8:47 PM IST

અમદાવાદ:આ કેસની વિગત જોઈએ તો લેન્ડ ગ્રેબિંગ મામલે સુરતમાં(surat land grabbing) થયેલ ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં તેને પડકારવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ કોર્ટ સ્ટે ઓર્ડર(court stay order on land grabbing) કર્યો હતો, તેમ છતાંય 22મી જાન્યુઆરીએ અરજદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી અરજદાર દ્વારા કન્ટેમ્પટ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સરકારી વકીલ દ્વારા ચીટનીશ(land grabbing application online ) દ્વારા ભૂલ થઈ હોવાનું સરકારી વકીલે નિવેદન આપ્યું હતું. જેથી કોર્ટે ચીટનીશ સામે પગલાં લેવા કહ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ આ મામલે એડવોકેટ જનરલને પણ ચીફ જસ્ટિસે ધ્યાન દોરતા કલેકટરના વલણ અંગે અણગમો વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 28 કરોડની જમીન કરાઈ ખાલી

કેસની સુનાવણી -આ કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોર્ટરૂમમાં એડવોકેટ જનરલ હાજર હતા. જેથી તેમને બોલાવી કહ્યું કે, કલેકટર દ્વારા કોર્ટના આદેશનું (non compliance of high court order)પાલન કરવામાં આવ્યું નથી. કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. તેમ છતાંય કમિટીએ ફરિયાદની(land grabbing act 2020 ) ભલામણ કરી હતી. અને આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે'. જે બાબતની ગંભીરતાને જોતા એડવોકેટ જનરલે કહ્યું કે આ પ્રકારની ઘટના ન બનવી જોઈતી હતી. આ બાબતની કલેક્ટર સાથે તેઓ વાત કરશે અને ધ્યાન દોરશે. આ દરમિયાન ચીફ જસ્ટિસે કોર્ટ દ્વારા કરવામાં આવતા ઓર્ડર જે-તે વિભાગને પહોંચાડવા અંગે પણ સરકારી વકીલ સાથે પૂછપરછ કરશે.

આ પણ વાંચો:Land Grabbing Case in Dwarka : દ્વારકા જિલ્લાના વરવાળામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ ગુનામાં 15ની અટકાયત

કોર્ટે પૂછ્યું -તેમની પાસે કોર્ટનો ઓર્ડર મોકલવા માટેની વ્યવસ્થા છે. સાથે સાથે એ આ વાતનું પણ ધ્યાન રાખવા કહ્યું કે, જે દિવસે કોર્ટ આદેશ કરે છે, તે ઝડપથી સબંધિત વિભાગને પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details