ગુજરાત

gujarat

ETV Bharat / city

Land Grabbing Act Gujarat: આદિજાતિ પ્રધાનનું મોટું નિવેદન, આદિજાતિઓ પર લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ નહીં થાય - ગુજરાતના આદિજાતિ પ્રધાન

આદિજાતિઓ પર જમીન માંગણીના સંદર્ભમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act Gujarat) લાગુ નહીં થાય. આદિજાતિ પ્રધાન નરેશ પટેલે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.

Land Grabbing Act Gujarat: આદિજાતિ પ્રધાનનું મોટું નિવેદન, આદિજાતિઓ પર લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ નહીં થાય
Land Grabbing Act Gujarat: આદિજાતિ પ્રધાનનું મોટું નિવેદન, આદિજાતિઓ પર લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ નહીં થાય

By

Published : Jan 24, 2022, 6:49 PM IST

અમદાવાદ: ગુજરાતમાં લેભાગુ તત્વો દ્વારા નાગરિકોની જમીન પચાવી પાડનારા તત્વો પર ગાળિયો કસવા વિજય રૂપાણી સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act Gujarat) લાવી હતી. જે અંતર્ગત ઘણા કેસ આવ્યા છે, પરંતુ આદિવાસી વિસ્તાર (Tribal Area Gujarat)માં જમીનની માંગણી કરતા શિડ્યુલ ટ્રાઇબ્સ (scheduled tribes in gujarat) પર આ કાયદા અંતર્ગત કેસ કરવામાં આવતા સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી.

આદિવાસીઓ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગું નથી થાય.

આ પણ વાંચો:Land Scam: મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર

આદિજાતિ વિસ્તારમાંથી રજૂઆત થતાં સરકાર દ્વારા નિર્ણય

આદિજાતિ પ્રધાન (Minister of Tribes Gujarat) નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારના પ્રદેશોમાં જંગલ જમીનની માંગણી (demand for forest land in gujarat) કરનારા આદિવાસીઓ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act on Tribals In Gujarat) લાગું નથી થાય. આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરાયો છે, જેની જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે, તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગું નહિ થાય. આ માટે આદિજાતિ વિસ્તારમાંથી રજૂઆત થતાં સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો:રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદામાં 345 કેસ દાખલ, 190 ગુનાઓમાં ચાર્જશીટ, 190 કેસ સ્પેશિયલ કોર્ટમાં : કૌશિક પટેલ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ ક્યારે લાગુ નહીં પડે?

આદિજાતિ પ્રધાને જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં તેઓ ખેતી અને આવાસ જેવા કાર્યો માટે જમીન માંગતા હોય છે. જેને જમીન માંગણીની અરજી કરી હોય, પરંતુ તે પેન્ડિંગ હોય અને વ્યક્તિ ત્યાં કાર્ય કરતો હોય તો તેવા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં પડે.

ABOUT THE AUTHOR

...view details