અમદાવાદ: નિવૃત્ત અધિકારી પાસેથી મળી 4.12 કરોડની મિલકત મળી આવી - Land Development Corporation scam
ACB દ્વારા લાંચિયા બાબુઓની મિલકત અંગે પણ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના કૌભાંડમાં વધુ એક પૂર્વ અધિકારીનું નામ સામે આવ્યું છે.

અમદાવાદ: ACB દ્વારા લાંચિયા બાબુઓની મિલકત અંગે પણ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના કૌભાંડમાં વધુ એક પૂર્વ અધિકારીનું નામ સામે આવ્યું છે. તાપી વ્યારા જમીન વિકાસ નિગમ કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી ACBએ 4.12 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.
કૃષ્ણ કુમાર ઉપાધ્યાય જ્યારે મદદનીશ નિયામક હતા ત્યારે ખેત તલાવડી, સિમ તલાવડી, પાણી ના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરાઇ હોવાના 2018માં 14 ગુના દાખલ થયા હતા. કૃષ્ણકુમાર અને પરિવારજનોના બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ બાદ એસીબીને તેમની કાયદેસરની આવક સામે 84.46 % આવક અપ્રમાણસર મળી આવી હતી. જે હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી મેળવ્યા હોવાનું જણાતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના 8 અધિકારીઓની 18.64 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. જે મામલે તપાસ પણ ચાલી રહી છે. ત્યારે વધુ એક અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી પણ કરોડોની મિલકત મળી આવી છે.