લદ્દાખ/અમદાવાદ: લદ્દાખમાં હવે ગુજરાતની સંસ્કૃતિના દર્શન (Gujarat Darshan in Ladakh) થશે. કારણ કે, લદ્દાખ યુનિવર્સિટીમાં નવું ગુજરાત ભવન (Gujarat House at Ladakh University) તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે 5 મહિના પહેલાં ગુજરાત યુનિવર્સિટીએ લદ્દાખની યુનિવર્સિટી સાથે હેલ્થ કેર સસ્ટેન્બિલિટી અને એન્વાયર્મેન્ટને લગતા MoU (Gujarat University Ladakh University MoU) સાઈન કર્યા હતા. તેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીમાં લદ્દાખ હાઉસ બનાવવામાં આવ્યું હતું. તો હવે લદ્દાખ યુનિવર્સિટીમાં પણ ગુજરાત હાઉસ (Ladakh House at Gujarat University) તૈયાર કરાયું છે.
બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકબીજાના રાજ્યની સંસ્કૃતિ સમજી શકશે આ પણ વાંચો-હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
લદ્દાખમાં થશે ગુજરાતના દર્શન -લદ્દાખ યુનિવર્સિટીમાં ગુજરાત ભવનમાં (Gujarat House at Ladakh University) દ્વારકાધીશના દર્શનની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સાહિત્ય સમગ્ર વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મહાત્મા ગાંધીજીનો ચરખો તેમ જ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અલગ અલગ કલાકૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
લદ્દાખમાં થશે ગુજરાતના દર્શન બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકબીજાના રાજ્યની સંસ્કૃતિ સમજી શકશે-બંને યુનિવર્સિટી વચ્ચે થયેલા MoUને લઈને (Gujarat University Ladakh University MoU) વિદ્યાર્થીઓ એકબીજા રાજ્યની સંસ્કૃતિને (Culture of Gujarat and Ladakh) સમજી શકે. તેમ જ જોઈન્ટ રિસર્ચ પ્રોગ્રામ, જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ સર્ટિફિકેશન ઓફ સ્ટૂડન્ટ, ઈનોવેશન અને સ્ટાફને લઈને લદ્દાખમાંથી ઘણું બધું થઈ શકે તેમ છે. ત્યારે લદ્દાખ યુનિવર્સિટીના કુલપતિ એસ. કે. મહેતાએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ છે કે, વિદ્યાર્થીઓ બંને રાજ્યો વિશે જાણી શકે, સમસ્યાઓનો ઉકેલ આવી શકે અને વિકાસ થાય તેવો અમારો ઉદ્દેશ છે.
આ પણ વાંચો-કાશ્મીર યુનિવર્સિટીમાં હાજર હતાં ગુજરાત યુનિવર્સિટીના 22 વિદ્યાર્થીઓ, કયો અવસર હતો જૂઓ
વિદ્યાર્થીઓ કરી શકશે કોર્સ - લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલે (Ladakh MP Jamyang Tsering Namgyal) જણાવ્યું હતું કે, બંને રાજ્યોના વિદ્યાર્થીઓ 6 મહિનાનો કોર્સ કરી શકશે. ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ વિખ્યાત છે જ. ત્યારે તેનાથી પ્રેરણા લઈને આ ગુજરાત હાઉસ (Gujarat House at Ladakh University) તૈયાર કરવામાં આવ્યું છે.