ગુજરાત

gujarat

ETV Bharat / city

Ladakh Centre at Gujarat University: બન્ને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બન્ને જગ્યાએ ભણાવાશે

ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનિવર્સિટી વચ્ચે થોડા સમય અગાઉ MoU થયા (MoU between Gujarat University and Ladakh University) હતા. ત્યારબાદ લદાખથી એક ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી આવ્યું હતું. અહીં લદાખ યુનિવર્સિટીનું એક સેન્ટર ઉભું કરવામાં (Ladakh Centre at Gujarat University) આવ્યું છે. ત્યારે લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ યુનિવર્સિટીની મુલાકાતે (Ladakh MP Jamyang Tsering Namgyal at Gujarat University) આવ્યા હતા. અહીં લદ્દાખમાં યોજાય તેવા જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા.

Ladakh Centre at Gujarat University: બંને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બંને જગ્યાએ ભણાવાશે
Ladakh Centre at Gujarat University: બંને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બંને જગ્યાએ ભણાવાશે

By

Published : Dec 25, 2021, 3:38 PM IST

અમદાવાદઃ લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓ ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ઉપસ્થિત (Ladakh MP Jamyang Tsering Namgyal at Gujarat University) રહ્યા હતા. થોડા સમય અગાઉ ગુજરાત યુનિવર્સિટી અને લદ્દાખ યુનિવર્સિટી વચ્ચે MoU (MoU between Gujarat University and Ladakh University) થયા હતા, જે અંતર્ગત બંને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બંને જગ્યાએ ભણાવવામાં આવશે. હવે વિદ્યાર્થીઓ ઉનાળામાં લદાખમાં અને શિયાળામાં ગુજરાતમાં ભણી શકશે. લદ્દાખના સાંસદ, કુલપતિ અને અન્ય લોકો પણ યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલે બોટની વિભાગમાં શરૂ કરાયેલા લદ્દાખ સેન્ટરની (Jamyang Tsering visits Ladakh Center) મુલાકાત લીધી હતી.

બંને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બંને જગ્યાએ ભણાવાશે

આ પણ વાંચો-Youth Parliament Of India 2021: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ અગત્યનું પરિબળ બનશે

બંને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બંને જગ્યાએ ભણાવાશે

ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનીવર્સીટી વચ્ચે એક MoU થયા (MoU between Gujarat University and Ladakh University) હતા, જેમાં બંને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બંને જગ્યાએ ભણાવવામાં આવશે. લદાખના સાંસદ,કુલપતિ અને અન્ય લોકો આજે ગુજરાત યુનિવર્સિટી આવ્યા હતા. અહીં તેમણે બોટની વિભાગમાં ઉભું કરાયેલ લદાખ સેન્ટરની મુલાકાત (Ladakh Centre at Gujarat University) કરી હતી.

લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં લદ્દાખ હાઉસ બનાવાયું

લદાખ જેવા ઘર અને સંસ્કૃતિને આધારે ગુજરાત યુનિવર્સિટીમાં લદાખ હાઉસ પણ (Ladakh House in Gujarat University) તૈયાર કરવામાં આવ્યું છે. લદ્દાખથી ગુજરાત ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે આ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. લદાખમાં પણ આ જ પ્રકારે ગુજરાતનું એક હાઉસ તૈયાર કરવામાં આવશે, જ્યાં ગુજરાતના વિદ્યાર્થીઓ રહીને ભણી શકશે.

ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનિવર્સિટી વચ્ચે થોડા સમય અગાઉ MoU થયા હતા

આ પણ વાંચો-Chicago University Scholarship 2021: ખેડૂતની 17 વર્ષીય પૂત્રીની સફળતા, શિકાગો યુનિવર્સિટીએ આપી સ્કોલરશિપ

યુનિવર્સિટીની એક ટીમ લદ્દાખ જશે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની એક ટીમ લદ્દાખ જશે. ત્યાં યોજાતી વિન્ટર ગેમ માટે પ્લાનિંગ કરશે અને તે ગેમમાં ભાગ ભાગ લેશે. બંને યુનિવર્સિટીમાં સાથે માસ્ટર ડિગ્રીના કોર્ષ હેલ્થ કેર, એગ્રિકલ્ચર, MBA અને ટૂરિઝમ અંગે ભણાવવામાં આવશે. આ ઉપરાંત લદાખ અને ગુજરાત સેન્ટર બનશે.

ABOUT THE AUTHOR

...view details