● દિવાળી બાદ લાભપાંચમે ખુલ્યાં માર્કેટ
● વેપારીઓએ શુભમુહૂર્તમાં કર્યું વેચાણ
● નવી બિલ બૂકો ઉપયોગમાં લીધી
● નાના-મોટા ધંધાદારીઓએ પણ શરૂ કર્યું કાર્ય
અમદાવાદઃ આજના શુભ મુહૂર્તમાં સવારનું 7 વાગ્યાનું અને ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાનું મુહૂર્ત હતું. જેમાં મોટાભાગના વેપારીઓએ દિવાળી બાદ પ્રથમ વાર વ્યાપાર-વિનિમય શરૂ કર્યો હતો. વેપારીઓની સાથે સાથે નાના-મોટા વ્યવસાયકારો અને છૂટક રોજગાર ધરાવતા વ્યક્તિઓએ પોતાની રોજની પૂજા-અર્ચના કરીને પોતાનો રોજગાર ફરીથી શરૂ કર્યો હતો.
લાભપાંચમે શુભમુહૂર્તમાં અમદાવાદના વેપારીઓએ નવા વર્ષના ધંધારોજગારની શરૂઆત કરી
દિવાળીના તહેવારની રજાઓ માણી પુનઃ વ્પાપારધંધા શરુ કરવા માટે લાભપાંચમનો દિવસ શુભ માનવામાં આવે છે. ત્યારે આજે લાભપાંચમે વેપારીઓ દિવાળીના દિવસે નવા વર્ષનું મુહૂર્ત કરીને વેપાર-ધંધા બંધ રાખ્યાં હોય છે તે લાભપાંચમે શુભ મુહુર્તમાં શરૂ કરવામાં આવતાં હોય છે. આજે લાભ પાંચમના દિવસે અમદાવાદના મુખ્ય બજારો જેમ કે માધુપુરા, કાલુપુર અને રીલીફ રોડ વગેરે જગ્યાએ વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાના ધંધારોજગાર શરૂ કર્યા હતાં.
લાભપાંચમે શુભમુહૂર્તમાં અમદાવાદના વેપારીઓએ નવા વર્ષના ધંધારોજગારની શરૂઆત કરી
● કોરોના વાયરસ દૂર થાય અને વ્યાપાર વધે તેવી કામના
લાભપાંચમે કેટલાક વ્યવસાયિકોએ પોતાના સાથે કામ કરતા નોકરિયાતોને મુહૂર્તનો લાભ કરાવ્યો હતો. રોજબરોજના સાધનોની પૂજા સાથે વેપારીઓએ કોરોના વાયરસનો સંક્રમણકાળ ટળે અને આગામી સમયમાં વેપાર સારો થાય તેવી આશા વ્યક્ત કરી હતી.