ગુજરાત

gujarat

ETV Bharat / city

કુમકુમ મંદિર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી - holi celebration in ahmedabad

અમદાવાદ મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. હોળી નિમિત્તે ભગવાન સ્વામીનારાયણને હારડાં-ધાણીનાં હારના વિશિષ્ય શણગાર કરવામાં આવ્યા હતા.

કુમકુમ મંદિર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી
કુમકુમ મંદિર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી

By

Published : Mar 28, 2021, 3:48 PM IST

  • કોરોના ગાઈડલાઈનના પાલન સાથે હોળી પર્વની કરાઈ ઉજવણી
  • હોળીમાં કામ, ક્રોધ સહિતના દોષોને સળગાવીએ, તો જ ખરા અર્થમાં હોળીની ઉજવણી
  • કોરોના વાઈરસ સામેની હતાશાને હોમી દઈએ તો જ હોળી ઉજવી કહેવાશે - સાધુ પ્રેમવત્સલદાસજી


અમદાવાદ: સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર ખાતે મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં 28 માર્ચ શનિવારે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનને હારડાં -ધાણીના હારના વિશિષ્ટ શણગાર ધરાવામાં આવ્યા હતા અને ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને ધાણીથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો. હોળી પર્વ નિમિત્તે ધૂન-કિર્તન સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાઈરસની આપત્તિના કારણે આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો. જેનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવ્યું હતું.

કુમકુમ મંદિર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી

દેશના જુદા-જુદા ભાગોમાં હોળીના જુદા-જુદા નામ

હોળી અંગે કુમકુમ મંદિરના સ્વામી પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ફાગણ, વસંત અને હોળી આ ત્રિકોણીયો સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને 'ફાલ્ગુનિક' પણ કહે છે. હોલિકા ઉત્સવને તહેવારોનો રાજા કહેવાય છે. જુદા-જુદા રાજ્યોમાં આ હોળીના ઉત્સવને જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે અને વિવિધતા સભર રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શિમગો' કહે છે. દક્ષિણ ભારતમાં “કામદહન' નામથી હોળી ઉજવાય છે. હોળીનો બીજા દિવસ એટલે ધૂળેટીને ફુલદોલત્સવ, હોલોત્સવ, પોંખોત્સવ કે રંગોત્સવ પણ કહે છે.

જીવનમાં કુદરતના રંગ ભરવાનો ઉત્સવ

સ્વામી પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

હોળીની સાથે આપણા દોષોને તિલાંજલિ આપીએ

આ હોળીના ઉત્સવ પ્રસંગે આપણે હોળી પ્રગટાવવાની સાથે સાથે સંસ્કારની જ્યોત પણ પ્રગટાવવાની આજના સમય પ્રમાણે ખાસ જરૂર ઉભી થઈ છે અને હોળીની અંદર આપણે લાકડાં અને છાણાં નાંખીએ છીએ. તેની સાથે-સાથે આપણે આપણા કામ,ક્રોધ, આદિ દોષો પણ સળગાવાની જરુર છે. તે દોષોને તિલાંજલિ આપીશું તો જ આપણને શાંતિ પ્રાપ્ત થશે અને ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે.

હોળી છે, પણ કોરોના ગયો નથી

હાલ, કોરોના વાઈરસની મહાઆપત્તિ આવી છે. તેના કારણે માનવીનું મન હતાશ થઈ ગયું છે, ત્યારે આપણ સૌ કોઈએ કોરોના વાઈરસની સામે હિંમત રાખીને એક સાથે લડવું જોઈએ અને હતાશાને હોળીમાં હોમી દેવી જોઈએ. કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક અવશ્ય પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને વેક્સિન અવશ્ય લેવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details