- હોળી-ધૂળેટીએ ફુલદોલોત્સવ મોકૂફ
- સ્વામિનારાયણ મંદિરોમાં નહીં ઉજવાય ઉત્સવ
- ઘરમાં જ રહીને ઉજવણી કરવા અપીલ
અમદાવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 200 વર્ષથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના વાઇરસને કારણે એક સાથે વધુ માણસો ભેગા થાય તે હિતાવહ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ વર્ષે હોળી-ધુળેટીમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો -કોરોનાએ ફિક્કો પાડ્યો ધુળેટીનો રંગ, જાણીતી ક્લબોએ કરી સામૂહિક ઉજવણી રદ્દ
સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જ કહ્યું છે
કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું છે કે, સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવો ઉજવવા જોઈએ, કોઈક વખત લાખો રૂપિયાના ખર્ચ કરીને અને લાખો માણસોને ભેગા કરીને ઉત્સવ ઉજવાય અને કોઈ વખત ભગવાનના ચરણમાં તુલસીપત્ર મૂકીને પણ ઉત્સવ ઉજવાય છે. માટે સમય સંજોગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે એમાં જ ભગવાનનો રાજીપો છે. જે માટે હાલ કોરોના વાઇરસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સૌ કોઈએ હોળી-ધુળેટીમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં ભેગા થવું ન જોઈએ અને ઘરમાં રહીને જ તેની ઉજવણી કરવી જોઈએ એમાં જ આપણા સૌ કોઈનું હિત રહેલું છે.