ગુજરાત

gujarat

ETV Bharat / city

કુમકુમ મંદિર મણિનગર દ્વારા જળઝીલણી એકાદશીની ઓનલાઈન ઉજવણી કરાઇ - Ahmedabad

આજે ભાદરવા સુદ - એકાદશી છે. જેને જળઝીલણી એકાદશી કહેવાય છે. આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સવારે 7.45 વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ફાર્મ હાઉસમાં સવારે હરિકૃષ્ણ મહારાજનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ જળનો કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની અંદર શ્રી ઘનશ્યામ મહારાજને નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત એકાદશીના પદો ગવાયાં અને ત્યારબાદ મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યાં.

કુમકુમ મંદિર મણિનગર દ્વારા જળઝીલણી એકાદશીની ઓનલાઈન ઉજવણી કરાઇ
કુમકુમ મંદિર મણિનગર દ્વારા જળઝીલણી એકાદશીની ઓનલાઈન ઉજવણી કરાઇ

By

Published : Aug 29, 2020, 6:39 PM IST

અમદાવાદઃ આ સમગ્ર કાર્યક્રમનો દેશવિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું. આ એકાદશીએ કુમકુમ મંદિરના સર્વ સંતો અને સત્સંગીઓ નકોરડો ઉપવાસ કરશે. 99 વર્ષીય મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ નકોરડો ઉપવાસ કરશે.

કુમકુમ મંદિર મણિનગર દ્વારા જળઝીલણી એકાદશીની ઓનલાઈન ઉજવણી કરાઇ
શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ભાદરવા સુદ - એકાદશી જળઝીલણી - પાર્શ્ચવતીની એકાદશી અંગે જણાવ્યું હતું કે,દેવશયની એકાદશીથી ચાતુમાસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે, તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. ભાદરવા સુદ - એકાદશી એ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્ચવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાનને નૌકાવિહાર કરાવામાં આવે છે. જળમાં ઝીલાવામાં આવે છે, તેથી તેને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. કારતક વદ એકાદશીએ ભગવાન જાગૃત થાય છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે.
કુમકુમ મંદિર મણિનગર દ્વારા જળઝીલણી એકાદશીની ઓનલાઈન ઉજવણી કરાઇ
પંચરાત્રની અનંતસંહિતાના દસમાં અધ્યાયમાં આ દિવસોમાં થતાં તોયોત્સવનું વિધાન લખ્યું છે કે, આ દિવસોમાં ભગવાનને 1001 કળશથી નવા જળનો અભિષેક કરવામાં આવે છે. સ્નાન કરાવી નવાં વસ્ત્રો – અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસાડવા, તથા સંતો - વિદ્વાનોને પણ નાવમાં બેસાડવા અને સ્તુતિ - કીર્તન - ભજન ગાવા.આ દિવસે શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. સ્વામિનારાયણ ભગવાને પણ ગઢપુર, કારીયાણી, અમદાવાદ આદિ અનેક સ્થળોએ ઘણી વખત જલક્રીડા કરી છે. સંતોએ તે વણનના કીર્તનો પણ રચ્યાં છે. આમ,જલઝીલણી એકાદશીનો ઉત્સવ વર્ષોથી ઉજવાતો આવ્યો છે,આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને નાવમાં બેસાડી, સંતો - ભકતો તેમને જળમાં ઝીલાવવા લઈ જાય છે. ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો - ભક્તો આ એકાદશીએ નકોરડો ઉપવાસ કરે છે.

ABOUT THE AUTHOR

...view details