ગુજરાત

gujarat

ETV Bharat / city

કૃષ્ણનગર દુષ્કર્મ કેસ: સુનીલ ભંડારીએ કોર્ટમાં જામીન અરજી કરી - કોર્ટ

વર્ષ 2017માં કૃષ્ણનગર વિસ્તારની પરણિતાનો અશ્લીલ વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરનારા આરોપી સુનીલ ભંડારીએ અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે.

કૃષ્ણનગર દુષ્કર્મ કેસ : સુનીલ ભંડારીએ કોર્ટમાં જામીન અરજી કરી
કૃષ્ણનગર દુષ્કર્મ કેસ : સુનીલ ભંડારીએ કોર્ટમાં જામીન અરજી કરી

By

Published : Sep 14, 2020, 7:44 PM IST

અમદાવાદઃ વર્ષ 2017માં કૃષ્ણનગર વિસ્તારની પરણિતાનો અશ્લીલ વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરનારા આરોપી સુનીલ ભંડારીએ અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે.

સુનીલ ભંડારીએ કોર્ટમાં જામીન અરજી કરી

કોર્ટ દ્વારા અપાયેલા રીમાન્ડ પૂરા થયા બાદ આરોપી સુનીલ ભંડારી તરફથી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી છે. આરોપી પર કૃષ્ણનગરની પરણિત મહિલાને ધાકધમકી આપી બીભત્સ કૃત્ય કરવાનો આક્ષેપ છે. પોલીસે આરોપીના 10 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. પીડિત મહિલાના પતિને સમગ્ર ઘટનાની જાણ થતાં તેણે કૃષ્ણનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, પીડિત પરણિતા અને આરોપી લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. ત્યારબાદ આરોપી પરણિતાના પતિનો ઓળખીતો હોવાથી વારંવાર કોઈને કોઈ બહાને ઘરે આવતો હતો અને એકવાર બપોરે બધાની ગેરહાજરીમાં તેમણે પીડિતાને નશીલી ચોકલેટ ખવડાવી અશ્લીલ વીડિયો કેમેરામાં રેકોર્ડ કરો લીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેક જગ્યા પર બોલાવી ગત 2-વર્ષથી દુષ્કર્મ આચરતો હતો.

ABOUT THE AUTHOR

...view details