ગુજરાત

gujarat

ETV Bharat / city

છ મહિનાથી બંધ પડેલી જૂની વી.એસ.હોસ્પિટલ આખરે શરૂ કરવાનો નિર્ણય - News of ahmedabad

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર અંગે એક સારા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી બંધ પડેલી અને ગરીબોને રાહત દરે સારવાર આપતી જૂની વી. એસ. હોસ્પિટલ હવે શરૂ કરવામાં આવનાર છે જે ગરીબ દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે.

છ મહિનાથી બંધ પડેલી જૂની વી.એસ.હોસ્પિટલ આખરે શરૂ કરવાનો નિર્ણય લેવાયો
છ મહિનાથી બંધ પડેલી જૂની વી.એસ.હોસ્પિટલ આખરે શરૂ કરવાનો નિર્ણય લેવાયો

By

Published : Jun 11, 2020, 8:57 PM IST

અમદાવાદ: કોરોના હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ કોરોના કેસની સંખ્યા ઘટવાનું નામ નથી લઈ રહી. દિવસેને દિવસે વધતા સંક્રમણ સામે મૃત્યુદર પણ સતત વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે. તો બીજી તરફ શહેરમાં આરોગ્ય સુવિધાઓને લઈને પણ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે.

અમદાવાદની સૌથી જૂની ગણાતી અને છેલ્લા છ મહિના જેટલા સમયથી અનેક વિવાદોને પગલે બંધ હાલતમાં રહેલી જૂની વી.એસ. હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. જે સમગ્ર અમદાવાદમાં ગરીબોની રાહતદરે સારવાર માટે જાણીતી છે.


અત્યાધુનિક સાધનો સાથે સજ્જ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલને શરૂ કરવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવતી ન હતી. પરંતુ AMCના સત્તાધીશોને મોડે મોડે આ વિશે સમજ આવતા જૂની વી.એસ. હોસ્પિટલમાં ઓપીડી સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વી.એસ હોસ્પિટલ ફરી શરૂ થતાં કોરોના સિવાયની બીમારી વાળા દર્દીઓ સસ્તી સારવાર મેળવી શકશે.

ABOUT THE AUTHOR

...view details