- બાળકને ત્યજી દેવાના કિસ્સામાં દિવસે દિવસે વધારો
- બાળકને ત્યજી દીધા બાદ બાળકનું કોણ એ મોટો પ્રશ્ન
- ત્યજી દીધેલા બાળકને શિશુગૃહમાં મોકલવામાં આવે છે
- બાળકને દત્તક લેવા માટે એક વર્ષ જેટલી રાહ જોવી પડે
અમદાવાદ : સામાન્ય સંજોગોમાં પારિવારિક ઝગડાઓ અને પ્રેમ પ્રકરણમાં બાળકને ત્યજી (Abandoned child ) દેવામાં આવતું હોય છે, ત્યારે બાળકનું કોણ એ પ્રશ્ન સૌ કોઈને સતાવતો હોય છે. જે જગ્યાએથી બાળક મળી આવ્યું હોય, ત્યાંના સ્થાનિક PI દ્વારા આ બાળકને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, આ ઉપરાંત જ્યાં સુધી તેના માતાપિતાની ઓળખ ન થાય ત્યાં સુધી તેને શિશુગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય છે. આ સાથે જ બાળકને કોઈ દંપતી દત્તક(Adopted child ) લેવા માંગતી હોય તો તેને 1 વર્ષ જેટલી રાહ જોવી પડે છે.
બાળકને દત્તક લેવા લેવી પડે છે ઓથોરિટીની અનુમતી
આવી ઘટનાઓમાં સ્થાનિક PI દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામા આવે છે, આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો પણ લેવામાં આવે છે. જો બાળકના પણ માતાપિતાની કોઈ માહિતી ન મળે તો એક ચાર્જશીટ તૈયાર કરવામાં આવે છે, જે MNC માં રજૂ કરવામાં આવે છે. આ કાર્યવાહીમાં 3 થી 4 મહીના લાગે છે. આ સાથે જ બાળક શિશુગૃહમાં હોય ત્યારે કોઈ દંપતિ દ્વારા તેને દત્તક લેવું હોય તેવા સંજોગોમાં આ બાબતની સેન્ટ્રલ ઓથોરિટીને બાળકના દત્તક અંગે નોંધણી કરવામાં આવે છે. આ ઉપરાંત, આ ઓથોરિટીમાં જે લોકો બાળક દત્તક લેવા માંગતા હોય તે લોકોની પણ નોંધણી કરવામા આવતી હોય છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયામાં લાગે છે એક વર્ષ જેટલો સમય