- વટવામાં વિકાસનાં કામોનો જનતામાં મિશ્ર પ્રતિસાદ
- સોસાયટીમાં પાણી, ગટર, રોડનાં કામો થયાં હોવાનાં અહેવાલો
- વટવામાં મહાલક્ષ્મી અને વાંદરવટ તળાવ હજુ પણ ઝંખે છે વિકાસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદના વટવા વોર્ડના વિકાસ અંગે સ્થાનિકોનો પ્રતિભાવ - Ahmedabad news
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે, ETV ભારતની ટીમ વટવા વિસ્તારમાં પહોંચી હતી અને સ્થાનિકો સાથે છેલ્લા પાંચ વર્ષમાં અહીં કેવી કામગીરી કરવામાં આવી છે અને કયા વિકાસલક્ષી કામો અહીં કરવામાં આવ્યા છે? તે અંગે વાત કરી હતી. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં વોટ આપવા જતી વખતે તેઓ કઈ બાબતોનું ધ્યાન રાખશે? તે અંગે જાણવામાં આવ્યું હતું.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી: જાણો વોર્ડમાં થયેલા વિકાસ અંગે શું કહે છે વટવાનાં રહિશો
અમદાવાદ: વટવા વિસ્તારનાં લોકોનું કહેવું છે કે કોરોના મહામારીના સમયે તમામ કાઉન્સિલરો ઉભા પગે સોસાયટીઓ માટે સેવાઓ આપી રહ્યા હતા. આ ઉપરાંત ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ પોતાના મત વિસ્તારના લોકોનો ખૂબ ધ્યાન રાખ્યું હતું. સ્થાનિક પ્રશ્નોને લઈને જ્યારે પણ વિસ્તારના લોકો સ્થાનિક કાઉન્સિલર કે ગૃહ પ્રધાન પાસે ગયા છે ત્યારે તેમની તમામ અરજીઓ સાંભળવામાં આવે છે. આ જોતા વટવાનાં લોકોમાં ભાજપ પક્ષ માટે વધુ લાગણીઓ ખીલી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.