ગુજરાત

gujarat

ETV Bharat / city

લગ્નવિધિમાં ફેરાઓનું મહત્વ શું ? જાણો વર અને વધુ એકબીજા સાથે કઈ પ્રતિજ્ઞાઓ લે છે... - A lifelong commitment

હિન્દુ ધર્મ મુજબ લગ્નસંસ્કારમાં ફેરાઓનું ખૂબ મહત્વ (importance of vows in a wedding ceremony) છે. વૈદિક નિયમો (Vedic rule) મુજબ અગ્નિ ઈશ્વર સાથે સંપર્ક કરવા માટેનું માધ્યમ છે અને લગ્ન સમયે અગ્નિ સમક્ષ ફેરા લેવાનો મતલબ પરમાત્મા સમક્ષ વચન લેવા. આમ અગ્નિના રૂપમાં સમસ્ત દેવતાઓ સમક્ષ વચન સાથે પવિત્ર બંધનમાં બંધાઈ જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લગ્નવિધિમાં ફેરાઓનું મહત્વ શું? જાણો વર અને વધુ એકબીજા સાથે કઈ પ્રતિજ્ઞાઓ લે છે
લગ્નવિધિમાં ફેરાઓનું મહત્વ શું? જાણો વર અને વધુ એકબીજા સાથે કઈ પ્રતિજ્ઞાઓ લે છે

By

Published : Nov 20, 2021, 10:27 AM IST

  • અગ્નિના રૂપમાં સમસ્ત દેવતાઓ સમક્ષ પવિત્ર બંધનમાં બંધાવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ
  • ફેરાઓ ચાર પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને, મોક્ષના પ્રતીક
  • શાસ્ત્રાચાર મુજબ ચાર ફેરા જ હોય છે

હિંન્દુ ધર્મમાં વૈદિક નિયમ અનુસાર વિવાહના સમયે ચાર ફેરાઓનું વિધાન (importance of vows in wedding ceremony) છે. આ ફેરાઓ ચાર પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને, મોક્ષના પ્રતીક છે. 3 ફેરા વર લે છે. છેલ્લો અને ચોથો ફેરો વધુ (bride and groom) લે છે. કેટલીક જગ્યાઓ પર લોકાચાર અને કુલાચાર મુજબ સાત ફેરા પણ હોય છે, પરંતુ શાસ્ત્રાચાર મુજબ ચાર ફેરા જ હોય છે. આ ઉપરાંત, સાત વચન કે જેને સપ્તપદી પણ કહેવામાં આવે છે. અગ્નિ સમક્ષ પતિ સાત વચન આપે છે અને જીવનભર તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે.

લગ્નવિધિમાં ફેરાઓનું મહત્વ શું? જાણો વર અને વધુ એકબીજા સાથે કઈ પ્રતિજ્ઞાઓ લે છે

આ પણ વાંચો:Self Love : ખુશીઓની એવી ચાવી, જેનાથી બીજાને પણ ખુશી આપી શકો છો

ફેરાઓમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

પહેલા ફેરામાં ધર્મના માર્ગ ઉપર ચાલવાની શીખ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, વિવાહ થઈ ગયા બાદ પણ વ્યક્તિએ પોતાના ધર્મ સાથે સમજોતો કરવો જોઈએ નહીં. બીજા ફેરામાં ધન સંબંધી જ્ઞાન વિશે ઉલ્લેખ કરાયો છે કે વર-વધૂ કયા પ્રકારે સીમિત આવકમાં પણ ખુદને સુખી રાખવું જોઈએ. ત્રીજા ફેરામાં કામના ભાવથી સંબંધિત જ્ઞાન આપવામાં આવે છે. જ્યારે ચોથા ફેરામાં નવવિવાહિતને મોક્ષનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સંબંધોમાં ખૂબ જ જરૂરી છે આનંદ અને હાસ્ય

વધૂ ચોથા ફેરામાં કેમ આગળ હોય છે?

ચોથા ફેરામાં વધૂ વરની આગળ હોય છે. આ ફેરામાં તે સોગંદ લે છે કે વરપક્ષ ઉપર હવેથી કોઈ પણ સમસ્યા આવે તો તે તેની સામે ઊભી રહેશે. પરિવાર ઉપર કોઈપણ સમસ્યા આવશે તો તેણે પહેલા વધૂનો સામનો કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details