અમદાવાદ શ્રાવણ મહિનો શરુ થતા તહેવારોના (Randhan Chhath 2022) દિવસો ચાલુ થાય છે. શ્રાવણ મહિનાની શરૂઆતથી વાત કરવામાં આવે તો આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે ભેગા થાય છે. ઉપરાંત આ મહિનામાં જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે જેવા પર્વને લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. જેમાં રાંધણ છઠના પર્વનું (Randhan Chhath Importance) પણ વિશેષ મહત્વ હોય છે.
આ દિવસે રસોઈ પર પ્રતિબંધ રાંધણ છઠએ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે. શીતળા (What is Randhan Chhath) સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણ છઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને રાંધણ છઠ નામ આપવામાં આવ્યું હતું.
રાંધણ છઠનુ મહત્વશ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. રાંધણ છઠના દિવસે ઘરે-ઘરે પકવાનો બનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ઘરમાં (randhan chhath food) જુદા -જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાતે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડુ ખાવામાં આવે છે. લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે.