- 144મી રથયાત્રા જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે
- આ વર્ષે ભક્તો વગરની રથયાત્રા નીકળશે
- કોરોના મહામારીને કારણે માત્ર 5 વાહનોને જ પરવાનગી
અમદાવાદ :જમાલપુર સ્થિત આવેલા ભગવાન જગન્નાથજી મંદિરથી અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રા ( 144th Jagannath RathYatra ) નીકળશે. અમદાવાદના પરંપરાગત રૂટ પર રથયાત્રા ફરીને નિજ મંદિરે પરત ફરશે. ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા( Home Minister Pradipsinh Jadeja )એ રથયાત્રાને મંજૂરી આપતી સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાને કારણે રથયાત્રા જનતા કરફ્યૂ ( Corona Protocol ) વચ્ચે કાઢવામાં આવશે. આ દરમિયાન, માત્ર 5 વાહનોને જ પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો: jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી
શરતી પરવાનગી આપવામાં આવી
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા બાબતે શરતી પરવાનગી આપવામાં આવી છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું સખતમાં સખત રીતે પાલન કરવાનું રહેશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનો વિરોધ કરશે અથવા તો ગાઈડલાઈનને અનુસરશે નહીં તેમને સ્થાનિક તંત્ર દ્વારા જે તે વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા, અમુક લોકો માસ્ક વગરના દેખાયા
અમિત શાહ કરશે મંગળા આરતી
અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દેશના ગૃહપ્રધાન અમિત શાહને પણ ખુબ જ મહત્વ રહેલુ છે અને દર વર્ષે તેઓ રથયાત્રાના દિવસે મંગળા આરતી કરવા વર્ષોથી આવતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં પણ ( jagannath rathyatra 2021 ) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપી મંગળા આરતી કરશે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ( CM Vijay Rupani ) અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ ( Dy CM Nitin Patel ) દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે ત્યારબાદ રથયાત્રા નિજ મંદિરથી નીકળશે.