ગુજરાત

gujarat

ETV Bharat / city

Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટર માઇન્ડ કમર ગની ઉસ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો - કમર ગની ઉસ્માની પૂછપરછ

કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharvad Murder Case)ના માસ્ટર માઇન્ડ મૌલવી કમર ગનીને મિર્ઝાપુર સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કમર ગનીના ફર્ધર રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટર માઇન્ડ કમર ગની ઉસ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટર માઇન્ડ કમર ગની ઉસ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

By

Published : Feb 16, 2022, 7:28 PM IST

અમદાવાદ: કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharvad Murder Case)માં ઝડપાયેલા માસ્ટર માઈન્ડ મૌલવી કમર ગની ઉસ્માની (Qamar gani usmani)ને મિર્ઝાપુર સ્પેશિયલ કોર્ટ (Mirzapur special court)માં રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ATS દ્વારા કમર ગની ઉસ્માનીના રિમાન્ડ પૂર્ણ થતા તેને આજ રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષના વકીલ આબિદ કુરૈશીએ જણાવ્યું કે, ગયા વખતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા,જે આજે પુરા થયા છે.

કમર ગની ઉસ્માનીને મિર્ઝાપુર સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓને ATS દ્વારા કોર્ટમાં રજૂ કરાયા

કમર ગનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

તેમણે જણાવ્યું કે, હવે રિમાન્ડની જરૂર ન હોવાથી જ્યુડિશિયલ કસ્ટડી (Qamar gani judicial custody)માં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કિશન ભરવાડ ચકચારી હત્યા કેસમાં કમર ગનીએ ભડકાઉ ભાષણ (Qamar gani provocative speech) આપવાની ભૂમિકા ભજવી હતી અને બીજા આરોપી સાથેનો મેળાપીપણાનો રોલ ભજવ્યો હતો. હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. તેમજ હાલમાં કોઈપણ જામીન અંગે વિચારણા કરવામાં આવી નથી.

આ પણ વાંચો:Kishan Bharwad murder case : કિશન ભરવાડ હત્યા કેસના ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા

ગુજરાતના 48 ઈસમો કમર ગનીના સંપર્કમાં હતા

ઉલ્લેખનીય છે કે કમરગની ઉસમાનીની પૂછપરછ (Qamar gani usmani interrogation)માં આરોપીની સંસ્થા tfi 1500 વ્યક્તિઓનું લિસ્ટ બનવવામાં આવ્યું છે તેમાં કોના કોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ લિસ્ટ ક્યાં આધારે બનાવામાં આવ્યું છે તેની તપાસ પણ કરવાની હતી. તેમજ કમર ગનીના મોબાઈલના cdrનો અભ્યાસ (Kishan bharvad murder case investigation) કરતા ગુજરાતના 48 ઈસમો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આ ઈસમો કોણ છે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details