ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ, ઓઢવ પોલીસે કરી આરોપીની ધરપકડ - અમદાવાદમાં અપહરણ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનારા દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી 2 આરોપીની ધરપકડ કરી છે.

ETV BHARAT
રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ, ઓઢવ પોલીસે કરી આરોપીની ધરપકડ

By

Published : Jul 9, 2020, 2:26 AM IST

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. ઓઢવ પોલીસે ધરપકડ કરેલા અપહરણના આરોપી રશ્મિકાંત પટેલ અને હિતેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સંડોવાયેલ વધુ શખ્સોની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને ફરિયાદી જૂના મિત્રો હોવાનું અને સાથે ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું.

રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ, ઓઢવ પોલીસે કરી આરોપીની ધરપકડ
દિનેશ પટેલ

10 લાખ રૂપિયા માટે ફરિયાદીનું 5 આરોપીઓએ ભેગા મળી કિડનેપિંગ કરી લીધું અને હિંમતનગર તરફના અંતરિયાળ ગામમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. અપહરણના ગુનામાં પોલીસે હવે ફરાર આરોપી વિશાલ, માસુમ ચૌધરી અને સંદીપ દેસાઈની ધરપકડ કરવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

દિનેશ પટેલ

ABOUT THE AUTHOR

...view details