- અમદાવાદમાં એક બિલ્ડરનું અપહરણ
- અપહરણ કરી સુરેન્દ્રનગર જિલ્લાના રળોલ ગામે ગોંધી રાખ્યો
- બિલ્ડરને મુક્ત કરવા માટે રૂપિયા એક કરોડની ખંડણી માગી
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડરને રળોલ ગામેથી મુક્ત કરાવ્યા
અમદાવાદ : શહેરમાં થોડા દિવસો પહેલા જ એક બિલ્ડર (Builder)ના ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો હતો. હવે બિલ્ડરનું અપહરણ (Kidnapping) થવાની ઘટના પણ બની છે. જેમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા બિલ્ડર (Builder) નું કરોડો રૂપિયાની લેતી દેતીમાં બે શખ્સોએ અપહરણ (Kidnapping) કરી સુરેન્દ્રનગર જિલ્લાના રળોલ ગામે ગોંધી રાખ્યા હતા. અપહરણકારો (Kidnappers)એ બિલ્ડર (Builder)ને મુક્ત કરવા માટે રૂપિયા એક કરોડની ખંડણી માગી હતી. બિલ્ડર (Builder) પાસેથી બાવળાના ભાયલા ગામે નરેન્દ્રસિંહ રાઠોડને રૂપિયા ચાર-પાંચ કરોડ લેવાના નીકળતા હતા. જેથી નરેન્દ્રસિંહે સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામે રહેતા ભરવાડ પાસે અપહરણ (Kidnapping) કરાવ્યું હતું. આ અંગે માહિતી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) બિલ્ડરને CCTV footage અને ટેક્નિકલ સર્વેલન્સ (Technical Surveillance) ના આધારે લીંબડીના રળોલ ગામેથી મુક્ત કરાવ્યા હતા.
અમદાવાદમાં એક બિલ્ડરનું અપહરણ, પોલીસે તેને મુક્ત કરાવી 5 શખ્સોની કરી ધરપકડ આ પણ વાંચો : કલોલ: કારની લે વેચનો ધંધો કરતા યુવકનું અપહરણ
20 દિવસ પહેલા નરેન્દ્રસિંહે તેના સાગરિતો સાથે આવી ધમકી આપી હતી
ચાંદખેડા વિસ્તારમાં પ્રકાશ પ્રજાપતિ નામના બિલ્ડર (Builder) પરિવાર સાથે રહે છે. પ્રકાશભાઈ કન્સ્ટ્રક્શન વ્યવસાય (Construction business) કરતા હોવાથી કરોડો રૂપિયાની લેતી દેતી થતી હોય છે. બાવળાના ભાયલા ગામે રહેતા નરેન્દ્રસિંહ રાઠોડને ચાર કરોડ જેવી રકમ લેવાની નીકળતી હોવાથી 20 દિવસ પહેલા નરેન્દ્રસિંહે તેના સાગરિતો સાથે આવી ધમકી આપી હતી. શનિવારે વહેલી સવારે પ્રકાશભાઈ ઘરેથી નીચે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયા, ત્યારે બે શખ્સો પ્રકાશભાઈનું અપહરણ (Kidnapping) કરી ગયા હતા. જે બાદ અપહરણકારોએ પ્રકાશભાઈના ડ્રાઈવરને ફોન કરી જણાવ્યું હતું કે, પ્રકશભાઈ તેમના કબ્જામાં છે. એક કરોડ રૂપિયા સનાથલ ખાતે તેમના માણસને આપી જાવ. નરેન્દ્રસિંહ પૈસા માગતો હોવાથી તેણે જ (Kidnapping) કર્યું હોવાને લઇ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
અમદાવાદમાં એક બિલ્ડરનું અપહરણ, પોલીસે તેને મુક્ત કરાવી 5 શખ્સોની કરી ધરપકડ આ પણ વાંચો : અંજારમાં વેપારીની પુત્રીનું અપહરણ કરી રૂપિયા 10 કરોડની ખંડણી માગનારા 4 આરોપી ઝડપાયા
અપહરણ કરનારા શખ્સો ફરાર
નરેન્દ્રસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા વાઘા ભરવાડ પાસે અપહરણ (Kidnapping) કરાવ્યું હોવાની અને લીંબડીના રળોલ ગામે અબ્દુલ ટિબલીયાને ત્યાં છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) દરોડો પાડી તેઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસે નરેન્દ્રસિંહ રાઠોડ, વાઘા ભરવાડ, રઘુ ભરવાડ, અબ્દુલ ટિબલીયા અને યુનુસ વારૈયાની ધરપકડ કરી છે. જ્યારે અપહરણ (Kidnapping) કરનારા શખ્સો ફરાર છે.