અમદાવાદ:અમદાવાદમાં બાળકનું અપહરણ(Kidnapping child In Ahmedabad) કરીને લઈ ગયેલો શખ્સ બાળક પાસે ભીખ મગાવતો હતો અને એટલું જ નહીં તે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Acted against nature with the child) પણ કરતો હતો. જેને પગલે સોલા પોલીસે શખ્સની ધરપકડ કરી પુછપરછ કરવા માટે વધુ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.
બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું
સોલા પોલીસે કેસમાં ઝડપાયેલા શખ્સનું નામ ભરત વાલ્મિકી છે. જેણે પોતાના દીકરા જેટલી ઉંમરના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું છે. જેના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સગીર 14 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો
સોલા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 12 વર્ષનો સગીર 14 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ સોલા પોલીસે અપહરણ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. શખ્સ 12 વર્ષના સગીરને અમદાવાદથી લઈ પાટણના હારીજ લઈ ગયો હતો. જ્યાં સગીર જોડે કચરો વીણાવતો હતો. જે કચરો વેચી રૂપિયાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
પાટણ પોલીસે બાળક અને શખ્સને અમદાવાદ પોલીસને સોંપ્યો હતો
બે દિવસ પહેલા સગીર રોડ પર રડતો હતો, ત્યારે પાટણ પોલીસનું સગીર પર ધ્યાન ગયું હતું અને બાદમાં પુછપરછ કરતા સામે આવ્યું કે, શખ્સ ભરત બાળકનું અપહરણ કરી અહીંયા લાવ્યો છે. જેથી પાટણ પોલીસે બાળક અને શખ્સને અમદાવાદ પોલીસને સોંપ્યો હતો.