અમદાવાદ : હિન્દી ફિલ્મોના પ્રમોશન માટે અમદાવાદ હવે એક હબ બનતું જઈ રહ્યું છે. તાજેતરમાં જ રણવીર સિંહ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો. હવે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2ના (Film Bhool Bhulaiya 2) પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા.
Film Bhool Bhulaiya 2 : કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન બન્યા અમદાવાદના મહેમાન આ પણ વાંચો:દીપિકા પાદુકોણના ફ્લેક્સિબલ યોગ જોઈને પીગળ્યુ રણવીર સિંહનું દિલ, જૂઓ તસવીરો
ભૂલ ભૂલૈયા 2 હોરર કોમેડી ફિલ્મ : ભૂલ ભૂલૈયા 2 ના સ્ટારકાસ્ટ કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન અમદાવાદના મેહમાન બન્યા હતા. અભિનેત્રી કિઆરા અડવાણીએ જણાવ્યું હતું કે, 'ભૂલ ભૂલૈયા' એક કલ્ટ ફિલ્મ હતી. જ્યારે તમે ફિલ્મનો બીજો ભાગ બનાવો છો, ત્યારે તમે પહેલી ફિલ્મથી ખુબ જ પ્રેરણા મેળવો છો. બીજો ભાગ સાયકોલોજિકલ થ્રિલર નથી, પરંતુ હોરર-કોમેડી છે. બ્લેક મેજિકની એક વાર્તા છે. આ ફિલ્મ 20 મી મે ના રોજ રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો:ફિલ્મ 'આચાર્ય' વિશ્વભરમાં ગઈ ફ્લોપ, ચિરંજીવી અને રામ ચરણ આપશે વળતર
ગુજરાતી થાળીના વખાણ કરતો કાર્તિક આર્યન : ફિલ્મ પ્રમોશન દરમિયાન વાત કરતા કાર્તિક આર્યને જણાવ્યું કે, અમદાવાદ આવીને અમને ઘણું સારૂ લાગે છે. ગુજરાતી લોકો ઘણા સ્વીટ હોય છે અને ગુજરાતમાંથી મને ઘણો પ્રેમ મળે છે. બસ આ ફિલ્મને પણ ખુબ જ સારી સફળતા મળે. આ ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે મને ચોક્કસ ખાતરી છે કે દરેક દર્શકોને આ ફિલ્મ ગમશે આ સાથે અમદાવાદમાં આવીને મને ગુજરાતી થાળી પણ ખુબ જ પસંદ છે.