અમરાઈવાડી બેઠક પર મતગણતરી શરૂ, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદઃ આજે ગુજરાતની 6 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. જેની મતગણતરી કે. કા. શાસ્ત્રી કોલેજ ખોખરા ખાતે યોજાવામાં આવી હોવાથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
gujarat by election counting in ahmedabad
આજે યોજાયેલ મતગણતરીના પરિણામથી અમરાઈવાડી બેઠક પર 11 ઉમેદવારોનું ભાવિ ખુલશે. આ મતગણતરી 18 રાઉન્ડમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરે યોજાયેલ ચૂંટણીમામ 53,471 પુરુષો અને 43,334 સ્ત્રીઓ મળી કુલ 96,805 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી અમરાઈવાડી બેઠક પર 34.69 % જેટલું જ મતદાન થયું હતું.