ગુજરાત

gujarat

ETV Bharat / city

નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેની પર લાગ્યું પૂર્ણવિરામ

રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (Khodaldham Trust Chairman Naresh Patel) રાજકારણમાં આવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. નરેશ પટેલે પોતાના આ નિર્ણય અંગે આજે (ગુરુવારે) જાહેરાત (Naresh Patel on Joining Politics) કરી હતી. તો આવો જાણીએ બીજું શું કહ્યું તેમણે.

By

Published : Jun 16, 2022, 12:29 PM IST

Updated : Jun 16, 2022, 3:30 PM IST

નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેની પર લાગ્યું પૂર્ણવિરામ
નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેની પર લાગ્યું પૂર્ણવિરામ

અમદાવાદઃ રાજકોટમાં ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પત્રકાર (Khodaldham Trust Chairman Naresh Patel) પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવવાનો મારો વ્યક્તિગત વિચાર હતો. યુવાનો અને મહિલાઓ ઈચ્છે છે કે, હું રાજકારણમાં આવું પણ આ મામલે સમાજના લોકોનો અભિપ્રાય મેળવ્યો હતો. પરંતુ રાજકારણમાં આવવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ (Naresh Patel on Joining Politics) રાખું છું. વડીલોએ પણ મને રાજકારણમાં ન જોડાવવા અંગે સલાહ આપી હતી. નરેશ પટેલે આગામી સમયમાં ખોડલધામમાં પોલિટિકલ એકેડમી શરૂ (A political academy will be started in Khodaldham) કરવાની જાહેરાત કરી હતી. અહીં સાથે જ નરેશ પટેલે રાજકારણની તાલીમ આપવાની સંસ્થામાં જોડાવવા માટે તમામને આમંત્રણ આપ્યું હતું.

નરેશ પટેલે માની વડીલોની સલાહ

આ પણ વાંચો-...તો શું નરેશ 'પટેલ' નહીં આવે રાજકારણમાં, બીજી વખત 'પાટીલ' સાથે દેખાયા પછી કરી સ્પષ્ટતા

ખોડલધામમાં અપાશે રાજકારણની તાલીમ - ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (Khodaldham Trust Chairman Naresh Patel) વધુમાં ઉમેર્યું હતું કે, મારી પર કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી. પોલિટિકલ કમિટી નક્કી કરવામાં આવી છે, જે દરેક સમાજના યુવાનો અહીં આવીને તાલીમ લઈ શકે છે. વર્ષ 2022માં દરેક પક્ષમાં સારા પાટીદાર તેમ જ અન્ય સમાજના લોકો પણ મારી મદદમાં આવશે તો હું તેમનો હાથ પકડીશ.

નરેશ પટેલ (ફાઈલ ફોટો)

આ પણ વાંચો-સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...

80 ટકા યુવાનોની ઈચ્છા - નરેશ પટેલે (Khodaldham Trust Chairman Naresh Patel) વધુમાં જણાવ્યું હતું કે, 80 ટકા યુવાનો અને 50 ટકા મહિલાઓ ઈચ્છે છે કે, મારે રાજકારણમાં જવું જોઈએ. જ્યારે 100 ટકા વડીલો ઈચ્છે છે કે, હું રાજકારણમાં (Naresh Patel on Joining Politics) ન જાઉં.

ખોડલધામ ટ્રસ્ટ (ફાઈલ ફોટો)

પ્રશાંત કિશોર અંગે નરેશ પટેલનું નિવેદન - ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને (Khodaldham Trust Chairman Naresh Patel) વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર રાજકારણમાં નથી આવતા એટલું હું રાજકારણમાં નથી આવતો એવું બિલકુલ નથી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હું મારા પુત્ર શિવરાજ પટેલને પણ રાજકારણમાં જવા માટે ના પાડીશ. પછી સમય સંજોગો પર બધુ નિર્ભર છે.

નરેશ પટેલ (ફાઈલ ફોટો)

યુવાનો માટે નવી તક-ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આજે રાજકારણમાં આવવા અંગે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ સાથે જ છેલ્લા 6 મહિનાથી ચાલતી આવતી ચર્ચાનો અંત આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અત્યાર પૂરતું રાજકારણમાં નહીં જોડાય, પરંતુ ખોડલધામના વિવિધ પ્રોજેક્ટને આગળ વધારશે. સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી હતી કે, આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (Sardar Patel Cultural Foundation) ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.

નરેશ પટેલ (ફાઈલ ફોટો)

નરેશ પટેલે માની વડીલોની સલાહ -મહત્વનું છે કે, ખોડલધામના ટ્રસ્ટીઓ તેમ જ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ પોલિટિકલ એકેડમીની (A political academy will be started in Khodaldham) જાહેરાત કરી છે. તેમના દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સરવે (Khodaldham Political Committee Survey) કરાવવામાં આવ્યો હતો, જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી. જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.

80 ટકા યુવાનો અને 50 ટકા મહિલાઓ ઈચ્છે છે કે, મારે રાજકારણમાં જવું જોઈએઃ નરેશ પટેલ

6 મહિનાના ડ્રામાનો આવ્યો અંત - રાજકીય પક્ષો સાથે પૂર્વશરતમાં મેળ નહીં પડ્યો હોવાનાં કારણોસર પણ નરેશ પટેલે છેવટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ છેલ્લા 6 મહિનાના ડ્રામાનો અંત આવ્યો છે. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવવું કે નહીં એ અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે એવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ. ત્યારે આજે આ રાજકીય અટકળોનો અંત આવ્યો છે.

Last Updated : Jun 16, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details