ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદઃ 23 ઓક્ટોબરે મતદાન માટે હાઈકોર્ટે આપી છૂટ - ખેડા દૂધ ઉત્પાદક સંઘ

ખેડા દૂધ ઉત્પાદક સંઘમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી સંદર્ભે કોર્ટે 23 ઓક્ટોબરે મતદાન કરવાની મંજૂરી આપી છે. જોકે ચૂંટણી બાદ તરત જ પરિણામ જાહેર કરવા હાઈકોર્ટે રોક લગાવી છે.

ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદઃ 23 ઓક્ટોબરે મતદાન કરાવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદઃ 23 ઓક્ટોબરે મતદાન કરાવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

By

Published : Oct 22, 2020, 4:26 PM IST

  • ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી વિવાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
  • હાઈકોર્ટે આગામી ૨૩ ઓક્ટોબરે હાઈકોર્ટે મતદાન માટેની છૂટ આપી
  • બંધ કવરમાં કરાયેલા મતદાનના કવર કોર્ટમાં ખોલવામાં આવશે

અમદાવાદઃ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, મતદાનમાં ચૂંટાયેલા ડિરેક્ટરો અને સરકારના પ્રતિનિધિઓના મત અલગ અલગ રાખવામાં આવે અને સરકારના નિયુક્ત કરેલા પ્રતિનિધિ બંધ કવરમાં મતદાન કરી શકશે, તેમજ બંધ કવરમાં કરવામાં આવેલા મતદાનના કવર કોર્ટમાં ખોલવામાં આવશે. ખેડા દૂધ ઉત્પાદક સંઘમાં વિવાદનો ઉકેલ લાવવા માટે એમ પણ જણાવ્યું છે કે, કોર્ટની અંતિમ સુનાવણી બાદ જ હાઈકોર્ટના આદેશથી ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થશે.

ABOUT THE AUTHOR

...view details