- પ્રાઈડ પ્લાઝામાં સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું
- આ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ 26 જાન્યુઆરીથી શરૂ થયો
- કોરોનાના લોકડાઉન બાદ લાંબા સમયે શહેરીજનો દ્વારા સ્ટ્રીટ ફૂડની મજા માણવામાં આવી
અમદાવાદઃ બોડકદવે ખાતે આવેલા પ્રાઈડ પ્લાઝામાં સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલની શરૂઆત 26 જાન્યુઆરી થઇ હતી. આ વિશે કૌસ્તુવ મુખર્જીએ જણાવ્યું હતું કે, કોવિડનાં કારણે હાલમાં શહેરનાં જાણીતી ફૂડ સ્ટ્રીટ જેમ કે માણેકચોક અને લો-ગાર્ડન બંધ હોવાથી શહેરીજનો ફૂડની મજા માણી શકે માટે આ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ખાઉં ગલી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ફૂડ ફેસ્ટિવલનું આયોજન
અમદાવાદી ખાઉં ગલી ફૂડ ફેસ્ટિવલના આયોજનમાં માણેકચોક અને લો-ગાર્ડનમાં મળતા ફૂડને આ ફેસ્ટિવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોરોનાના સમય બાદ લોકો સ્ટ્રીટ ફૂડની મજા લઈ શકે તે હેતુથી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજનમાં શહેરના પ્રખ્યા ફૂડ સાથે લાઈવ મ્યુઝિકની મજા પણ મેળવી શકાશે. જેમાં ફૂડ બનાવતા શેફે પણ ખૂમચાવાળા જેવા કપડાં પહેરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી લોકો અહીંયા અમદાવાદના પ્રખ્યાત ફૂડ અને ત્યાંના વાતાવરણની મજા લઈ શકે.
ફૂડ ફેસ્ટિવલ આયોજનમાં વિવિધ મેન્યુ
આ ફૂડ ફેસ્ટિવલના મેન્યુમાં માણેકચોક જેવી પાઈનેપલ સેન્ડવીચ અને ગ્વાલિયરની પાવભાજી પણ પિરસાઈ હતી સાથે જ ગુલ્ફી મસાલા ઢોસા, ચાઈનીઝ ફૂડ અને શહેરમાં મળતી પાણીપુરી અને ભેળ સાથે વિવિધ જાતના ચાટ પણ જોવા મળ્યા હતા.