ગુજરાત

gujarat

ETV Bharat / city

અનુસુચિત જાતિના યુવકના વરઘોડા મામલે હાઈકોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી - bail plea

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના યુવકના વરઘોડોમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી હિંસા કેસમાં મંગળવારે હાઈકોર્ટે 45 આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા હતા. જે બાદ આરોપીના વકીલ દ્વારા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે. સાથે જસ્ટીસ ઉમેશ ત્રિવેદીએ તપાસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓની ધરપકડ કરવાની સૂચના આપી છે.

khambhisar abhadchhet case

By

Published : Jul 23, 2019, 8:33 PM IST

આ કેસમાં પીડિત પક્ષના વકીલ કેતનસિંહ રાઠોડે કહ્યું કે, કેસથી સંબંધિત તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાથી હાઈકોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર થવાની શક્યતા જણાવી હતી. જેથી આરોપીઓના એડવોકેટ દ્વારા આ કેસમાં આગોતરા જામીનની અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આરોપીના વકીલ તરફથી એટ્રોસીટી એક્ટની કલમો હટાવી આરોપીઓને આગોતરા જામીન આપવા બાબતે દલીલો કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી

સાથે જ મોડાસા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓના આગતોરા જામીન નામંજુર કર્યા હતા. જેથી ધરપકડ ટાળવા 45 જેટલા આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ઘોડાનું પણ મોત થયું હોવાથી પોલીસે ભારતીય દંડ સંહિતા, પશુ સંરક્ષણ ધારા તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ કુલ 45 વ્યક્તિઓના નામજોગ તથા અન્ય 150 અસામાજીક તત્વો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details