અમદાવાદઃ કોરોનાનો પ્રકોપ એકમદમ ફાટી નીકળ્યો છે, ત્યારે જરુર પૂરતાં બજારમાં આવેલાં માસ્ક સાદા કાપડના અને વેરાયટી વગરના હતાં. હવે માસ્કનું બજાર સ્ટેબલ થઇ ગયું છે અને સપ્તાહના સાતેય દિવસ માસ્ક પહેરવાના જ છે, તેવું મન બનાવી ચૂકેલાં લોકો ત્વચાને અનુકૂળ આવે એવા કાપડના માસ્ક અને સુશોભન વરાયટી ગોતવા લાગ્યાં છે, ત્યારે માસ્ક બજારને અનુરુપ થાય અને લોકોને સારી ગુણવત્તા સાથે સુંદર લાગે તેવા માસ્ક મળે તે માટે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ આગળ આવી ગયું છે. જેના માસ્ક કાઉન્ટર પર આવી રહ્યાં છે.
ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઈને સુતરાઉ કાપડ તથા રેશમના કપડાંથી બનેલ માસ્ક બજારમાં મૂકવામાં આવ્યાં છે. માસ્કની કિંમતની વાત કરીએ તો તેમાં સુતરાઉ કાપડના માસ્કની કિંમત પ્રતિ નંગ 30 રૂપિયા, જ્યારે રેશમ માસ્કની કિંમત પ્રતિનંગ 100 રૂપિયા રખાઈ છે.