- કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટેબંધ
- કોરોના સંક્રમણ ન વધે અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે લેવાયો નિર્ણય
- AMCએ કરી હતી ક્લબ બંધ રાખવા અપીલ
અમદાવાદ: દિવાળી પછી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા સરકાર એક્શનમાં આવી છે અને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય મહાનગરોમાં કર્ફ્યૂ લાદી દેવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે AMCએ અમદાવાદની સૌથી મોટી બે ક્લબ કર્ણાવતી અને રાજપથ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ કરવાની અપીલ કરી હતી. આ અપીલને બંને ક્લબ દ્વારા માન્ય રાખવામાં આવી છે અને થોડા સમય માટે ક્લબની પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી ત્યાં આવતા લોકોના સ્વાસ્થ્યને પણ બચાવી શકાય અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.