- 15 ડિસેમ્બરથી કમુરતાં શરૂ
- 14 જાન્યુઆરી સુધી ધનારક નક્ષત્ર
- 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્નનો છેલ્લો દિવસ
અમદાવાદઃ 15 ડિસેમ્બરથી કમુરતાં શરૂ થવાના છે, ત્યારે અમદાવાદના શાસ્ત્રી મુકુંદ પંડ્યાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક નક્ષત્ર છે. જેથી આ સમયગાળામાં લગ્ન, સગાઈ, વાસ્તુ, પૂજા વગેરે જેવા શુભ કાર્યો કરી શકાશે નહીં.
કાળી વસ્તુઓનું દાન કરવું
તેમણે આ વિષયમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એક મહિનાના સમયમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવી જોઈએ અને કાળી વસ્તુઓ જેવી કે કાળા અડદ અને તલ જેવા ધાન્યનું દાન કરવું જોઈએ. જેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે.