અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. જોકે તેઓ દિલ્હી જવા માટે રવાના થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોર કમિટીના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક અઢી કલાક ચાલી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (PM meeting with BJP workers) લઈને કેટલું બફાતું હોય તેવું સૂત્રો અનુસાર માહિતી મળી રહી હતી.
આ પણ વાંચો7500 મહિલાઓ દ્વારા એક સાથે ચરખા કાંતણ, અદભૂત દ્રશ્યો સર્જાયા
વડાપ્રધાને યાદ કર્યા જુના દિવસો કમલમ ખાતે કોર કમિટીના સભ્યો સાથે બેઠકમાં લગભગ અઢી કલાક ચાલી હતી. જે અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે છે, ત્યારે ગુજરાતની જનતાને કંઈકને કંઈક ભેટ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi visits Kamalam) કચ્છમાં સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં તેમને એક વિનંતી કરવામાં આવી હતી કે તેઓ કમલમ ખાતે આવે અને કોર કમિટીના સભ્ય સાથે થોડો સમય વિતાવે. જેથી વડાપ્રધાન મોદી કમલમ ખાતે આવ્યા હતા.