- AAP નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોતનો મામલો
- કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
- આરોપી હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદના સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કાલુપુર પોલીસે હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ કરી છે. આ હત્યા કઈ પરિસ્થિતિમાં થઈ હતી તે અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. ઉમેદસિંહ ચાવડાની હત્યાના ઘટનામાં સાત લોકો વિરુદ્ધ કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. આમાં સૌથી પહેલા પોલીસે એ મુદ્દાની તપાસ કરી હતી કે, 30-12-2020 ની રાત્રે એટલે કે બનાવની રાત્રે મૃતક સાથે કોની કોની હાજરી હતી. આમાં ઉમેદસિંહ ચાવડાના બે મિત્રો અને એક મહિલા મિત્રના નામ સામે આવ્યા હતા. જેમની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ઉમેદહસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને જેને નોકરીની જરૂરિયાત હતી. આથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક કારમાં મોડી રાત્રે ગયા હતા અને કારમાં બંનેની મુલાકાત ચાલી રહી હતી.