ગુજરાત

gujarat

ETV Bharat / city

K Rajesh in judicial custody : પૂર્વ IAS કે. રાજેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં - કે રાજેશ જ્યૂડિશિયલ કસ્ટડીમાં

CBIએ ગાંધીનગરમાં IAS અધિકારી કે. રાજેશના ઘરે દરોડા (CBI Raid case on Gandhinagar IAS Officer k Rajesh) પાડ્યાં હતાં. તેમની ઉપર બંદૂક લાઈસન્સમાં ગેરરીતિનો આક્ષેપ (Allegation of irregularities in gun licenses) હતો.તેમના રીમાન્ડ પૂરા થતાં સીબીઆઈ કોર્ટમાં વધુ રીમાન્ડની અરજી સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.સીબીઆઈ કોર્ટ દ્વારા અરજી (cbi court ) ફગાવી દેવાઇ હતી.

K Rajesh in judicial custody : પૂર્વ IAS કે. રાજેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં
K Rajesh in judicial custody : પૂર્વ IAS કે. રાજેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં

By

Published : Jul 18, 2022, 9:55 PM IST

Updated : Jul 18, 2022, 11:04 PM IST

અમદાવાદ- સુરેન્દ્રનગરના પૂર્વ ias કે. રાજેશને ભ્રષ્ટાચાર અને લાચ કેસમાં cbi દ્વારા ધરપકડ (CBI Raid case on Gandhinagar IAS Officer k Rajesh)કરવામાં આવી હતી અને ત્યારબાદ દ્વારા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. આજે રિમાન્ડ પૂર્ણ થતાં કે રાજેશને સીબીઆઇ દ્વારા કોર્ટમાં (cbi court ) રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં સીબીઆઇ તરફથી વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. પરંતુ સીબીઆઇ જે દસ દિવસની રીમાન્ડની માંગણી કરી હતી તેને ફગાવી દેવામાં આવી છે અને કે રાજેશ જ્યુડિશિયલ કસ્ટડીમાં (K Rajesh in judicial custody) મોકલી દેવામાં આવ્યા છે.

આજે રિમાન્ડ પૂર્ણ થતા કે રાજેશ ને સીબીઆઇ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

આ પણ વાંચોઃ પૂર્વ કલેક્ટરના ઘર અને ઓફિસે CBIના દરોડા, કૌભાંડની મળી શકે છે લિન્ક?

બચાવ પક્ષના વકીલે પોતાની રજૂઆત કરી -આ સમગ્ર મામલે (CBI Raid case on Gandhinagar IAS Officer k Rajesh) સીબીઆઇ દ્વારા વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરાતા બચાવ પક્ષના વકીલે પોતાની રજૂઆત કરી હતી કે ચાર દિવસ સુધી કે રાજેશ સીબીઆઇ પાસે હતાં તો ચાર દિવસમાં પણ રિમાન્ડ બાદ પણ સીબીઆઇને કંઈ મળ્યું નથી. કે રાજેશ દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે તમામ નિયમોનું પાલન કરીને સમગ્ર પ્રક્રિયા કરી છે અને આ મામલે કોર્ટ સમક્ષ બચાવ પક્ષના વકીલ દ્વારા કેટલાક દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Rafiq Meman remand denied : IAS કે રાજેશના વચેટિયા રફીક મેમણને કોર્ટે રીમાન્ડ પર કેમ ન સોંપ્યો તે જાણો

કોર્ટે માંગણીને ફગાવી - સીબીઆઈએ (CBI Raid case on Gandhinagar IAS Officer k Rajesh)એવો દાવો કર્યો હતો કે રફીક મેમણ સાથે કે. રાજેશને શું સંબંધ હતો તે હજી પૂછપરછ બાકી છે તેથી એ મામલે રિમાન્ડ આપવામાં આવે. જોકે બચાવ પક્ષ દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષના વકીલ ખાંભળીયાએ જણાવ્યું હતું કે, કે રાજેશ ઉપર જે ચાર્જીસ લગાવવામાં આવ્યા છે અને જે ગુના (Allegation of irregularities in gun licenses) નોંધવામાં આવ્યા છે તેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી.રિમાન્ડ પૂર્ણ થતા આજે cbi દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં સમગ્ર મામલે કે રાજેશ તમામ પ્રક્રિયામાં સાથ અને સહકાર પૂરતો આપ્યો છે, તેમજ પૂછપરછમાં પણ તેમણે સંપૂર્ણ રીતે સંતોષકારક જવાબ આપ્યા છે તેમ છતાં પણ સીબીઆઇ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.કોર્ટે તે માંગણીને ફગાવી દીધી છે અને કે રાજેશને કસ્ટડીમાં (K Rajesh in judicial custody) મોકલી દેવામાં આવ્યા છે.

કયા ગુના હેઠળ નોંધવામાં આવી છે FIR - કે રાજેશ સામે IPC 120B, 201,465,471, PC ACT 1988 SECTION 7, INFORMATION TECHNOLOGY ACT 2000 : સેકશન 43, 66 સાઇબર ક્રાઇમ, પબ્લિક સર્વન્ટ ઓબટેનિંગ undue advantage, ક્રિમિનલ કોન્સપ્રન્સી, using disappearance of evidence, using genuine forged document/electronic record અન્વયે IAS કે રાજેશ ભ્રષ્ટાચાર કેસ સામે CBI ફરિયાદની નકલ પ્રમાણે (CBI FIR) નોંધવામાં આવી છે.

Last Updated : Jul 18, 2022, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details