ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ : કાયદાને લઇ થયો ચોંકાવનારો દાવો, જાહેર હિતની અરજી થઇ - જુવેનાઇલ જસ્ટિસ કમિટી

રાજ્યમાં બાળકોના હક અને સુરક્ષાને લઇને શી સ્થિતિ છે તેના પર ચિંતાભરી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટને (Juvenile Justice Act in Gujarat) લઇને શું થઇ જાહેર હિતની અરજી (Public interest litigation in Gujarat High Court ) તે વાંચો આ અહેવાલમાં.

ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ : કાયદાને લઇ થયો ચોંકાવનારો દાવો, જાહેર હિતની અરજી થઇ
ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ : કાયદાને લઇ થયો ચોંકાવનારો દાવો, જાહેર હિતની અરજી થઇ

By

Published : Jun 7, 2022, 5:57 PM IST

અમદાવાદ : ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ (Juvenile Justice Act in Gujarat) યોગ્ય રીતે અમલ કરાતો નથી અને સુપ્રીમ કોર્ટના દ્વારા પણ દેશમાં બાળકો અને હક અને સુરક્ષાને લઇને મહત્વનો ચૂકાદો આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં તેનો કોઇ પણ રીતે અમલ થતો નથી તેવા આક્ષેપ સાથેની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે અરજદારના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશનાં અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ જુવેનાઇલ જસ્ટિસ માટે કાર્યવાહી શરૂ થઈ છે, પરંતુ આ કાયદાનો રાજ્યમાં યોગ્ય રીતે અમલ થતો નથી. તેને લઈને અરજદાર દ્વારા જાહેર હિતની (Public interest litigation in Gujarat High Court ) અરજી દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મા-બાપ છે કે શેતાન? 11 વર્ષના છોકરાને 20થી વધુ કૂતરા સાથે રાખ્યો અને થયું એવું કે...

જુવેનાઇલ જસ્ટિસ કમિટીના સભ્યોની જગ્યાઓ ખાલી - રાજ્યમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓમાં જુવેનાઇલ જસ્ટિસ કમિટીના (Juvenile Justice Committee ) સભ્યોની જગ્યાઓ પણ ખાલી પડી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના છતાં પણ આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે જુવેનાઇલ જસ્ટિસની કમિટીસપ્તાહમાં પાંચ દિવસ બેસવી જોઈએ જ્યારે રાજ્યમાં ચાર જિલ્લાઓમાં બેસે છે. અત્યારે 18માંથી 9 જેટલી વિવિધ અધિકારીઓની જગ્યા ખાલી પડી છે તો તેને પણ ભરવામાં આવે. આ ઉપરાંત પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ એક્ટ (Protection of Child Act) માટેના કમિશનના ચેરમેન જે પણ જગ્યા ખાલી પડી છે તેને માટે થઈને પણ પગલાં (Public interest litigation in Gujarat High Court ) ભરવામાં આવે.

આ પણ વાંચોઃ કાળા જાદુએ 11 વર્ષની બાળકીનો જીવ લીધો: પિતા અને ઈમામની ધરપકડ

શા માટે મામલો ગંભીર છે -રાજ્યમાં અવારનવાર બાળકોના અપહરણ અને ગુમ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે તો બાળકોને ત્યજી દેવાના કિસ્સા પણ અવારનવાર સામે આવતા હોય છે.તો તે સમગ્ર મામલે (Juvenile Justice Act in Gujarat) સરકાર વધુ જાગૃત બને એ પણ જરૂરી બને છે. જોકે આ સમગ્ર સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને, ગુજરાત કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને રાજ્યના ડીજીપીને નોટીસ પાઠવી છે અને આ મામલે પગલાં લેવામાં આવે તેવું પણ હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે (Public interest litigation in Gujarat High Court ) આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details