આવા પ્રકારની ફિલ્ડ ટ્રીપથી બાળકોનો અભ્યાસક્રમ પાકો થતો હોય છે, તેમનું અવલોકન કૌશલ્ય સબળ બનતું હોય છે અને વિવિધ ક્ષેત્રો અંગે તેમના જ્ઞાનમાં વધારો થતો હોય છે, ત્યારે નર્સરી અને જુનિયર કે.જી.ના બાળકોને ટ્રાફિક પાર્કની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદઃ જુનિયર કેજીના બાળકોએ ટ્રાફિક પાર્કની લીધી મુલાકાત - children visited traffic park
અમદાવાદઃ શહેરના ઘાટલોડીયામાં આવેલા કેલોરેક્સ પબ્લિક સ્કૂલે નર્સરી અને જુનિયર કેજીમાં ભણતાં નાના બાળકો માટે શહેરના ટ્રાફિક પાર્કની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યુ હતું. એક તરફ ટ્રાફિકના નવા નિયમો અને ભારે દંડનો અમલ હતો, ત્યારે કેજીના બાળકોને ટ્રાફિકના પાઠ શીખવવામાં આવ્યા હતા.
![અમદાવાદઃ જુનિયર કેજીના બાળકોએ ટ્રાફિક પાર્કની લીધી મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4470908-668-4470908-1568730552956.jpg)
અમદાવાદ
જયાં તેમણે ટ્રાફિકના વાસ્તવિક સિગ્નલના અર્થ અને નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. બાળકો આ બધુ જાણીને ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા. કોઈપણ બાળકે આ બાબતે કોઈ ભૂલ પણ કરી ન હતી અને એક પણ નિયમ તોડયો ન હતો.
ટ્રાફિક પાર્કના આ અનુભવને કારણે બાળકો ટ્રાફિકના નિયમો અંગે અસરકારક માહિતી મેળવી શક્યા હતા. બાળકોને શાળા બહાર પ્રવાસમાં જવાનો આનંદ પણ થયો હતો. તેની સાથે-સાથે ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા અંગેની વિશેષ જાણકારી પણ મળી હતી.